કમલા હેરિસ વર્ષોથી એક જ બાઈબલ પર હાથ મૂકીને શપથ લે છે, US વાઈસ પ્રેસિડન્ટના ‘સેકન્ડ મધર્સ બાઈબલ’નું સિક્રેટ શું છે?

કમલા હેરિસ વર્ષોથી એક જ બાઈબલ પર હાથ મૂકીને શપથ લે છે, US વાઈસ પ્રેસિડન્ટના ‘સેકન્ડ મધર્સ બાઈબલ’નું સિક્રેટ શું છે?

ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના ઈતિહાસમાં આ પદ સુધી પહોંચનારાં પહેલા મહિલા અને એશિયન-આફ્રિકન મૂળનાં વ્યક્તિ છેઃ તેમની સફળતા અને ફાઈટિંગ સ્પિરિટનો શ્રેય તે ‘સેકન્ડ મધર્સ બાઈબલ’ને આપે છે

 

વોશિંગ્ટન

 

બ્લેક વિમેન્સ બાઈબલ તરીકે ઓળખાતું બાઈબલ કમલા હેરિસનાં જીવનની તમામ રાજકીય સફર માટે બહુ મોટી ઘટના બની રહ્યું છે. અત્યાર સુધી તેમણે આ બાઈબલ પર હાથ રાખીને જે કામ કર્યું છે તે સફળ થયું હોવાનું કહેવાય છે. હેરિસે કેલિફોર્નિયાના એટર્ની જનરલ તરીકે આ જ બાઈબલ પર ડાબો હાથ રાખીને શપત લીધા હતા. કેલિફોર્નિયામાં જ તેમણે અમેરિકાના બંધારણને કોઈપણ સંજોગોમાં સુરક્ષિત રાખવાના સોગંદ લીધા હતા. કમલા હેરિસ કહે છે,” હું મિસિસ શેલ્ટનને મારી સાથે હંમેશાં રાખું છું.” કમલા હેરિસે આ અંગે 2019માં એક અખબારમાં લેખ પણ લખ્યો હતો.શેલ્ટનનું બાઈબલ શું છે તે જાણવું જરૂરી છે. કમલા હેરિસ તેને શા માટે પોતાની સફળતાની સીડી કહે છે તેની અંદર પણ આ તબક્કે એક ડોકિયું કરી લેવું જોઈએ.

કમલા હેરિસ અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ તરીકે શપથ લેતી વખતે આ બાઈબલ પોતાની પાસે રાખવાનાં છે. આમ તો બીજી એક પણ ચીજ તેઓ પોતાની પાસે રાખે છે. આ બાઈબલ પર ડાબો હાથ મૂકીને જ્યારે કમલા હેરિસ શપથ લેશે ત્યારે તે અમેરિકાનાં પ્રથમ મહિલા વાઈસ પ્રેસિડન્ટ બનશે. એટલું જ નહીં, એશિયન-આફ્રિકન મૂળનાં તેઓ પ્રથમ વાઈસ પ્રેસિડન્ટ હશે.”હું જ્યારે શપથ લેતી વખતે મારો જમણો હાથ ઊંચો કરીશ ત્યારે, મારા બે હીરો મારી સાથે જ હશે. આ બંને હીરો વોઈસલેસ છે પરંતુ, જેમને પણ તેની મદદની જરૂર હોય તેને તે મદદ કરે છે. આ બે હીરો છે જસ્ટિસ થુરગૂડ માર્શલ અને મિસિસ શેલ્ટન,” તેમ હેરિસે ટ્વીટર પર લખ્યું છે.

રેગીના શેલ્ટન હાઉસની બહાર યુવાન કમલા હેરિસ, તેમની બહેન માયા અને શેલ્ટનની પૌત્રી સાનિયા સ્મિથ. આ તસવીર 1978ની છે.

સેકન્ડ બાઈબલ તરીકે જાણીતું આ બાઈબલ સિવિલ રાઈટ્સ માટે લડનારા અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ થુરગૂડ માર્શલનું પોતાનું છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં કમલા હેરિસ ભણતાં હતાં ત્યારથી જ આ બાઈબલને તેઓ વિશેષ પ્રેમ કરે છે. તેઓ માને છે કે જો માનવ સમાજમાં સમાનતા અને ન્યાય લાવવાં હોય તો કાયદો પણ એવો હોવો જોઈએ. જસ્ટિસ માર્શલ પણ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. બ્લેક સ્ટુન્ડન્ટ્સ જ્યાં સૌથી વધુ હોય છે તે સ્કૂલમાં હેરિસ અને માર્શલનું ભણતર થયું હતું. હાર્વર્ડ વ્હાઈટ હાઉસથી થોડા અંતરે આવેલી છે. ટ્રેનમાં સરળતાથી ત્યાં જઈ શકાય છે. કમલા હેરિસ જેમને “મિસિસ શેલ્ટન” તરીકે ઓળખાવે છે તેમનું અસલી નામ રેગીના શેલ્ટન છે. રેગીના શેલ્ટન પાસે કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ત્રણ સિંગલ બ્લોકના મકાન હતાં. આ મકાનમાં રેગીના શેલ્ટન નર્સરી સ્કૂલ ચલાવતાં. એ વખતે કમલા હેરિસનાં માતા શ્યામલાએ ડોનાલ્ડ હેરિસથી ડિવોર્સ લીધા હતા. કમલા અને તેમની બહેન માયા આ નર્સરી સ્કૂલમાં ભણતી. શ્યામલા ગોપાલન બંને દીકરીઓને લઈને આ નર્સરી ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં રહેવા ગયાં હતાં. અહીં હેરિસ પરિવાર અને શેલ્ટન પરિવાર વચ્ચે પ્રેમપૂર્ણ સંબંધોની શરૂઆત થઈ અને કમલા હેરિસ શેલ્ટનને “સેકન્ડ મધર” તરીકે બોલાવવા લાગ્યાં.

યાહૂને આપેલા ઈન્ટરવ્યૂમાં શેલ્ટનના ભત્રીજા ઓબ્રી લાબ્રાયે કહેલું કે, શેલ્ટન કમલા અને માયાને સાથે બજારમાં લઈ જતાં હતાં. વેસ્ટ ઓકલેન્ડમાં આવેલા બેપ્ટીસ્ટ ચર્ચમાં બંને બહેનો દર રવિવારે પ્રેયર માટે શેલ્ટન સાથે જતી હતી. હેરિસ જે બાઈબલ પોતાની સાથે રાખે છે તે મિસિસ શેલ્ટનનું બાઈબલ છે. આ બાઈબલ લઈને શેલ્ટન કમલા અને માયા સાથે જતાં. કમલા હેરિસ આજે પણ આ બાઈબલ પોતાની સાથે રાખે છે. આ બાઈબલને કારણે જ પોતાની રાજકીય કારકિર્દી ઝળઙળી હોવાનું તે માને છે.

દરમિયાન, અમેરિકી લોકશાહીના ઈતિહાસમાં પહેલીવાર વહીવટીતંત્રમાં ભારતીયોનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે. અમેરિકન લોકશાહીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે સૌથી વધુ ભારતીય મૂળના લોકોને તેમાં સ્થાન મળ્યું છે. બાઈડનની કેબિનેટ અને અન્ય વહીવટી સ્થાનો પર બિરાજનારાઓમાં 40 તો ભારતીય મૂળના છે. તેમાંથી 20 સીધા બાઈડન સાથે કામ કરવાના છે જ્યારે બાકીના 20 અલગ અલગ હોદ્દા પર બિરાજશે. આ તમામ લોકોની ઓફિસ વ્હાઈટ હાઉસ કોમ્પલેક્સમાં રહેશે. આ 40માંથી કેટલાંક નામ આ પ્રમાણે છેઃ વિવેક મૂર્તિ (યુએસ સર્જન જનરલ), નીરા ટંડન (ડિરેક્ટર, ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ), વનીતા ગુપ્તા( એસોસિએટ એટર્ની જનરલ),સુમોના ગુહા(સિનિયર ડિરેક્ટર ફોર સાઉથ એશિયા, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ), તરૂણ છાબરા(સિનિયર ડિરેક્ટર ફોર ટેક્નોલોજી એન્ડ નેશનલ સિક્યોરિટી), શાંતિ કલાથિલ(કો-ઓર્ડિનેટર ફોર ડેમોક્રસી એન્ડ હ્યુમન રાઈટ્સ), ગૌતમ રાઘવન(ડેપ્યુટી ડિરેક્ટર ઓફ ધ ઓફિસ ઓફ પ્રેસિડેન્શિયલ પર્સોનેલ), ભારત રામમૂર્તિ(ડેપ્યુટી ડિરેક્ટર ફોર નેશનલ ઈકોનોમિક કાઉન્સિલ ફોર ફાઈનાન્સિયલ રિફોર્મ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન), માલા અડિગા(પોલિસી ડિરેક્ટર ટુ ફર્સ્ટ લેડી ડો. જિલ બાઈડન), વિનય રેડ્ડી(ડિરેક્ટર ઓફ સ્પીચ રાઈટિંગ,વ્હાઈટ હાઉસ), વેદાંત પટેલ(આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી, વ્હાઈટ હાઉસ કમ્યુનિકેશન્સ એન્ડ પ્રેસ ઓફિસ), શબરિના સિંઘ(ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી, ઓફિસ ઓફ ધ વાઈસ પ્રેસિડન્ટ), એશા શાહ(પાર્ટનરશીપ મેનેજર, વ્હાઈટ હાઉસ ઓફિસ ઓફ ડિજિટલ સ્ટ્રેટેજી), ગરિમા વર્મા(ડિજિટલ ડિરેક્ટર, ઓફિસ ઓફ ધ ફર્સ્ટ લેડી), સોનિયા અગરવાલ(સિનિયર એડવાઈઝર, ક્લાયમેટ પોલિસી એન્ડ ઈનોવેશન, ઓફિસ ઓફ ડોમેસ્ટિક ક્લાયમેટ પોલિસી), નેહા ગુપ્તા(એસોસિએટ કાઉન્સેલ, ઓફિસ ઓફ ધ વ્હાઈટ હાઉસ કાઉન્સેલ), રીમા શાહ(ડેપ્યુટી એસોસિએટ કાઉન્સેલ, ઓફિસ ઓફ ધ વ્હાઈટ હાઉસ કાઉન્સેલ), સમીરા ફાઝલી(ડેપ્યુટી ડિરેક્ટર, વ્હાઈટ હાઉસ નેશનલ ઈકોનોમિક કાઉન્સિલ).

USના ઇતિહાસનું એક રહસ્યમય કનેક્શનઃ બાઈડન અને કમલા હેરિસનાં પૂર્વજો વર્ષો પહેલાં ભારતના આ સિટીમાં સાથે રહેતાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!