આણંદઃ 8 તાલુકા પંચાયતો અને 6 પાલિકાની મતગણતરીનાં કેન્દ્રો જાહેર, જાણો તમારા વોર્ડની ગણતરી ક્યાં થશે

આણંદઃ 8 તાલુકા પંચાયતો અને 6 પાલિકાની મતગણતરીનાં કેન્દ્રો જાહેર, જાણો તમારા વોર્ડની ગણતરી ક્યાં થશે

મતદારને લલચાવવા માટે દારૂ-ચવાણાનો વેપલો કરનારની ખૈર નથીઃ ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધઃ જાહેર પ્રચાર બંધ, ઘેરઘેર સંપર્ક જારી

 

આણંદ

 

ચરોતરમાં પાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે રવિવારે મતદાન થવાનું છે. આ સાથે જ આચારસંહિતાને ધ્યાનમાં લઈને પાંચ વાગ્યા પછી જાહેર પ્રચાર બંધ કરાયો છે. શુક્રવારે બપોર સુધીમાં રાજકીય પાર્ટીઓએ તેમના કાર્યકરોને લઈને વિવિધ વિસ્તારોમાં રેલીઓ આયોજિત કરી હતી. કેટલાક ઉમેદવારોએ જોકે તેમના વિસ્તારોમાં ઘરેઘરે જઈને પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું હતું.

આ જે સ્થળોએ મતગણતરી થવાની છે તેની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. મતદાન અને મતગણતરી દરમિયાન ચારથી વધુ માણસો ભેગા ન થાય તે માટેનો આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે. મતગણતરી સ્થળની 200 મીટરની હદમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન સહિતનાં કોઈપણ ઈલેકટ્રોનિક ગેજેટ્સ રાખી શકશે નહીં.

જિલ્લા પંચાયત | તાલુકા પંચાયત

અ.નં. તાલુકાનું નામ મતગણતરીનું સ્થળ
આણંદ ડી.એન.હાઈસ્કૂલ, આણંદ
ઉમરેઠ સેંટ ઝેવિયર્સ સ્કૂલ (ગુજરાતી મીડીયમ), ઉમરેઠ
બોરસદ જે.ડી.આર કન્યા વિદ્યાલય તથા જે.ડી.પટેલ હાઈસ્કુલ, બોરસદ
આંકલાવ આંકલાવ હાઈસ્કુલ, આંકલાવ
પેટલાદ ન્યુ એજયુકેશન હાઈસ્કૂલ (સાયન્સ) તથા પ્રાયમરી વિભાગ,મુ.પેટલાદ
સોજીત્રા એમ.એમ.હાઈસ્કૂલ, સોજીત્રા
ખંભાત શ્રી એસ.ઝેડ.વાઘેલા હાઈસ્કૂલ તથા શ્રી એસ.કે.વાઘેલા, ઈગ્લીશ

ખંભાત મુ.ખંભાત

તારાપુર એફ.કે.અમીન હોલ, સાર્વજનિક હાઈસ્કૂલ, તારાપુર

નગ૨ પાલિકા

અ.નં. તાલુકાનું નામ મતગણતરીનું સ્થળ

 

આણંદ સરદાર પટેલ બેન્કવેટ હોલ, ડી.ઝેડ. પટેલ હાઈસ્કૂલ સામે, આણંદ
ઉમરેઠ નગરપાલિકા ટાઉન હોલ, બ્રહમાકુમારી પાસે, ઓડ બજાર પાસે, ઉમરેઠ
બોરસદ આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, બોરસદ
પેટલાદ સ્વામી સચ્ચિદાનંદ પ્રાર્થના હોલ, એન.કે.હાઈસ્કૂલ, પેટલાદ
ખંભાત શ્રી માધવલાલ શાહ હાઈસ્કૂલ તથા શ્રી શ્રેયસ વ્યાયામ શાળા-ખંભાત
સોજીત્રા સી.બી.પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, સોજીત્રા
કરમસદ કે.જી.હોલ, સી.જે.પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, કરમસદ

સામાન્ય રીતે, મતદાનની પૂર્વ સંધ્યાએ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે દારૂ અને ચવાણાની જયાફતો અપાતી હોય છે પણ આ વખતે આવું થઈ શકશે નહીં. આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ, ખંભાત, તારાપુર, આંકલાવ અને સોજિત્રા એમ 8 તાલુકા પંચાયતો, છ પાલિકાઓ આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રાની સામાન્ય ચૂંટણી તેમજ કરમસદ પાલિકાના વોર્ડ એકની પેટા ચૂંટણી થવાની છે. આ ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ અને નશાકારક ચીજોના વિતરણ સામે પ્રતિબંધ મૂકવાના હેતુ માટે ગુજરાત નશાબંધી અધિનિયમ-૧૯૪૯ની કલમ-૧૪૨ તથા લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ-૧૩૫ (સી)ની જોગવાઈ મુજબ મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાક પહેલાંથી શરૂ કરીને મતદાન પૂર્ણ થતાં સુધી તથા મતગણતરીના દિવસ બીજા માર્ટ માટે નશાયુક્ત વેચાણ ઉપર પ્રતિબંધ જારી કરાયો છે.

આ સમય ગાળા માટે દારૂ અને નશાયુકત પદાર્થોનું વેચાણ થતુ હોય તેવા સ્થળો બંધ રાખવાં પડશે અને કોઈપણ હોટલ, ખાણીપીણીની જગ્યાઓ, દારૂના પીઠા, દુકાનો કે કોઈપણ જાહેર કે ખાનગી સ્થળોએ દારૂના વેચાણ, આપ-લે, વિતરણ કે પીરસવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કોઈ આ હુકમનો ભંગ કરતું જણાશે તો તેને જેલની સજા અને દંડ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!