ગુજરાતમાં 231 તાલુકા પંચાયતમાં 60%, 31 જિલ્લા પંચાયતમાં 55%, 81 પાલિકામાં 54% ટકા જેટલું મતદાન, ડભાસી ગામમાં બપોર સુધી કોઈએ વોટ જ ન નાખ્યો

ગુજરાતમાં 231 તાલુકા પંચાયતમાં 60%, 31 જિલ્લા પંચાયતમાં 55%, 81 પાલિકામાં 54% ટકા જેટલું મતદાન, ડભાસી ગામમાં બપોર સુધી કોઈએ વોટ જ ન નાખ્યો

 આણંદ અને નડિયાદ સહિતની પાલિકાઓમાં પણ સરેરાશ 50-60 ટકા સુધીનું મતદાન, આણંદના ડભાસી ગામમાં પ્રાથમિક સુવિધાઓનું વચન પૂરું ન કરાતાં મતદાન કેન્દ્રમાં બપોર સુધી કોઈ આવ્યું જ નહીં: આંકલાવ માં સૌથી વધુ 73.46 ટકા, આણંદ તાલુકામાં 56.76 ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું

 

આણંદ

 

સમગ્ર રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યની 231 તાલુકા પંચાયતમાં 59.18 ટકા, 31 જિલ્લા પંચાયતમાં 54.35 % ટકા અને 81 નગરપાલિકામાં 53.18 ટકા મતદાન થયું છે. ચરોતરમાં આણંદ જિલ્લામાં કુલ મતદાન 60 ટકા જેટલું થયું છે જ્યારે ખેડા જિલ્લામાં 65.20 ટકા જેટલું મતદાન થયું છે. આ ટકાવારીમાં ફેરફાર થઈ શકે છે.

બોરસદ                      61.70
પેટલાદ                      64.69
આંકલાવ                   73.46
આણંદ                      56.76
તારાપુર                     71.09
સોજીત્રા                     63.81
ખંભાત                       66.27
ઉમરેઠ                       65.48

રવિવારે રાજ્યભરમાં જિલ્લા પંચાયતની ચુંટણી માટે મતદાન યોજાયું હતું. પંચાયતની ચુંટણી પહેલાં ડભાસી ગામના રહીશો દ્વારા સ્થાનિક જરૂરિયાત મુદ્દે દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં અનેક લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇને રોષે ભરાયેલા ગ્રામજનોએ બપોરે એક  વાગ્યા સુધી એક પણ મત આપ્યો ન હતો.

ડભાસી ગામે લોકો પાયાની જરૂરિયાત અંતર્ગત આવતા નાળાની સમસ્યા ભોગવી રહ્યા છે. સ્થાનિકના મતે ગામના છોકરાઓ બોચાસણ ખાતે આવેલી શાળામાં ભણવા જાય છે. દરમિયાન સિક્સ લેન હાઇવે ક્રોસ કરવો પડે છે. હાઇવે સુરક્ષીત રીતે ક્રોસ કરવા માટે ગ્રામજનો નાળાની માંગ કરી રહ્યા છે. આ જ સમસ્યાને લઇને થોડાક સમય અગાઉ ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આંદોલનમાં ભાગ લેનાર 86 જેટલા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પાયાની જરૂરીયાતના મુદ્દે લોકોએ કરેલા આંદોલનમાં પોલીસ કાર્યવાહી કરાતા સ્થાનિકો રોષે ભરાયા હતા.

સમગ્ર ઘટના બાદ સ્થાનિકોએ ડભાસી ગામમાં નાળાનો પ્રશ્ન ન ઉકેલતા સમગ્ર ગામ તાલુકા-જિલ્લા પંતા.તની ચુંટણીનો બહિષ્કાર કરે છે. તેવા બોર્ડ માર્યા હતા. સ્થાનિકો દ્વારા લગાડવામાં આવેલા બોર્ડ પ્રમાણેની સ્થિતી મતદાનના દિવસે સર્જાઇ હતી.

આણંદ જિલ્લામાં સામરખા ગામમાં એક 26 વર્ષીય મહિલા મંજુલાબેન કિરિટભાઈ મકવાણાએ બાળકીને જન્મ આપ્યાના 48 કલાકમાં હોસ્પિટલમાંથી સીધા મતદાન મથકે આવીને વોટ આપ્યો હતો. સારસા સામુહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલના મેડિકલ સ્ટાફના કર્મચારીઓ મંજુલાબેનને મતદાન કેન્દ્ર પર લઈ આવ્યા હતા. ત્યાં તેમણે લોકશાહીના ધરોહર સમાન ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

જિલ્લો મતદાન ટકાવારી
The Dangs 70.14
Gandhinagar 65.22
Arvalli 65.2
Kheda 65.17
Navsari 64.56
Sabar Kantha 63.67
Tapi 63.25
Morbi 62.57
Devbhumi Dwarka 62.44
Gir Somnath 61.76
Narmada 60.41
Mahesana 59.55
Vadodara 59.53
Anand 59.05
Surat 58.35
Patan 58.03
Mahisagar 57.14
Valsad 56.66
Kachchh 54.81
Panch Mahals 53.91
Dohad 53.78
Junagadh 53.44
Bhavnagar 53.04
Rajkot 52.76
Chhota Udaipur 52.67
Jamnagar 52.57
Botad 51.14
Surendranagar 50.96
Ahmadabad 50.86
Amreli 49.73
Porbandar 48.28
Bharuch 42.88

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!