USમાં ગ્રીનકાર્ડ માર્ટે ઈન્ડિયન્સે હવે બહુ રાહ નહીં જોવી પડે, સંસદમાં બિલ મૂકાયું

USમાં ગ્રીનકાર્ડ માર્ટે ઈન્ડિયન્સે હવે બહુ રાહ નહીં જોવી પડે, સંસદમાં બિલ મૂકાયું

H1-B પ્રોફેશનલ કર્મચારીઓનાં બાળકોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે. બાળકોના માતા-પિતાએ અમેરિકામાં 21 વર્ષ વીતાવ્યાં હોય તો આવાં બાળકો આપોઆપ ગ્રીન કાર્ડ માટે ક્વોલિફાય થશે

 

ન્યૂયોર્ક

 

અમેરિકામાં વર્ષોથી જે ભારતીયો રહે છે અને જેમને ગ્રીન કાર્ડનો ઈન્તેઝાર છે તેમના માટે એક ખુશખબર છે. જો બાઈડનની સરકારે એક સર્વગ્રાહી ઈમીગ્રેશન રિફોર્મ બિલ અમેરિકી સંસદમાં 19મીએ રજૂ કર્યું છે. આ બિલમાં વધુ ઈમીગ્રન્ટ્સને પરમેનન્ટ ઈમીગ્રેશન સ્ટેટસ અથવા તો ગ્રીન કાર્ડ આપવા માટેની જોગવાઈ છે. તેનો અર્થ એ થયો કે જે ભારતીયો વર્ષોથ અમેરિકામાં પરમેનન્ટ થવા માગે છે તેમની ઈચ્છા આ બિલના પસાર થવા સાથે પૂર્ણ થશે. ખાસ કરીને, પ્રોફેશનલ કામ સાથે સંકળાયેલા લાખો ઈન્ડિયન્સ માટે આ એક ખુશખબર છે. આ લોકોને હવે ઈમીગ્રન્ટ્સ તરીકે રહેવાના દિવસો થોડા સમયમાં પૂર્ણ થઈ શકે છે.

આ બિલની રજૂઆત સેનેટર બોબ મેનેન્ડિઝે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં કરી છે. અન્ય એક ડેમોક્રેટ સભ્ય લિન્ડા સાન્ચેઝે અલગ અલગ દેશમાંથી આવેલાં અને અમેરિકામાં રહેતા લોકો માટેના ગ્રીન કાર્ડ અંગેની લિમિટને દૂર કરવા માટે રજૂઆત કરેલી છે. ગ્રીન કાર્ડ મર્યાદા દૂર થશે એટલે વધુ ભારતીયો ગ્રીન કાર્ડ લેવા માટે અધિકૃત બની જશે.

આ બિલથી H1-B પ્રોફેશનલ કર્મચારીઓનાં બાળકોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે. જો બાળકોના માતા-પિતાએ અમેરિકામાં 21 વર્ષ વીતાવ્યાં હોય તો આવાં બાળકો આપોઆપ ગ્રીન કાર્ડ માટે ક્વોલિફાય થઈ જશે. આવા લોકોને H1-B વિઝા અંતર્ગત અમેરિકામાં કામ કરવા ચાલુ રખાશે.

હાલમાં ગ્રીન કાર્ડ અંગે જે કાયદો છે તે પ્રમાણે, આવાં પેરેન્ટ્સનાં બાળકો 21 વર્ષ પછી અમેરિકામાં રહી શકતાં નથી. ખાસ કરીને જે પેરેન્ટ્સ ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યાં છે તેમનાં બાળકોને અમેરિકા છોડવું પડે છે. આ ઉપરાંત, નવા નિયમ પ્રમાણે H1-B કર્મચારીનાં સ્પાઉસને કામ મળે તે માટેની જોગવાઈ પુનઃ બિલમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખની છે કે ટ્રમ્પ સરકારે આ જોગવાઈ રદ કરી નાંખી હતી.

H1-B વિઝા કર્મચારીઓ માટે પગાર ધોરણો વધારતું બિલ પણ આ સાથે સામેલ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા સ્થાનિક અમેરિકનોને વધુ પગાર મળે તે માટેની જોગવાઈ કરાઈ હતી પણ બાઈડન સરકારે તેમાં સુધારો કરવાની શરૂઆત કરી દીધી છે. ભારતીયો માટે વધુ એક લાભદાયી વાત એ છે કે ઈમીગ્રન્ટ તરીકે તેમના સંબંધીઓને પણ અમેરિકામાં બોલાવી શકે છે. જે લોકો ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યાં છે તેવાં ઈમીગ્રન્ટ તેમનાં રિલેટિવ્સને અમેરિકા આમંત્રણ આપી શકે છે.

મેનેન્ડેઝ અને સાન્ચેઝ દ્વારા જે બિલ રજૂ કરાયું છે તેનો મુખ્ય સાર એ છે કે તેનાથી 8,50,000 બાળકોને ફાયદો મળી શકે છે. આ બાળકોને ઈલલીગલ ઈમીગ્રન્ટ્સ તરીકેનું લેબલ લગાવી દેવાયું હતું. આ ઉપરાંત, અમેરિકામાં જેમને ગેરકાયદે વસાહતીઓ એટલે કે ઈલલીગલ ઈમીગ્રન્ટસનું લેબલ છે તેના 1.1 કરોડ લોકોને પણ કાયદેસરના હક આ બિલને કારણે મળી શકે છે.

આ કેટેગરી હેઠળ જે બાળકો આવે છે તેમને અમેરિકામાં “Dreamers” તરીકે ઓળખાવાય છે. આ બાળકો નાનપણથી અમેરિકામાં રહે છે પણ તેમને ત્યાંના નાગરિક તરીકેનું સ્ટેટસ અપાયું નથી તેથી તેમને અમેરિકાના સિટિજન બનવા માટેનું સપનું છે. બાઈડેનના ચૂંટણી મેનીફેસ્ટો પ્રમાણે, તેમના બિલને કારણે ભારત તેમજ અન્ય દેશમાંથી આવેલા આવા પાંચ લાખ “Dreamers”ને સીધો ફાયદો થવાનો છે.

અમેરિકામાં કોઈપણ ઈલલીગલ ઈમીગ્રન્ટ્સને ત્યાંની સિટિજનશીપ જોઈતી હોય તો ઓછામાં ઓછાં આઠ વર્ષ સુધી તે ત્યાં રહેલો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન રોનાલ્ડ રેગને 1980માં આવો કાયદો પસાર કરીને એક સાથે તે વખતે 35 લાખ ઈલલીગલ ઈમીગ્રન્ટ્સને પીઆરનું સ્ટેટસ આપ્યું હતું.
જોકે, મેનેન્ડેઝ અને સાન્ચેઝના આ બિલની સામે કેટલીક મુશ્કેલીઓ પણ છે. તેના માટે ઓછામાં ઓછા 10 રિપબલ્કિન સાંસદોએ તરફેણમાં વોટિંગ કરવું પડે તેમ છે. સેનેટમાં આ બિલ પાસ કરવા માટે 60 વોટ જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી એટલે કે રિપબ્લિકનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે કેમકે, તેનાથી ઈલલીગલ ઈમીગ્રન્ટ્સને એમ્નેસ્ટી મળી રહી છે. એમ્નેસ્ટીનો અર્થ અહીં કાયદેસર રહેવાની સત્તા થાય છે. રિપબ્લિકનો માને છે કે જો આમ જ હોય તો દેશના ઈલલીગલ ઈમીગ્રન્સ્ટ અંગેના કડક કાયદાનું તો ફિંડલું વળી જશે.

અમેરિકામાં રહેતા કેટલાક ઈન્ડિયન્સે ડોનાલ્ડ ટ્રમ્પને આંધળો ટેકો કર્યો હતો. આ જ ટ્રમ્પને કારણે લાખો ઈન્ડિયન્સને ત્યાંનું નાગરિકત્વ મળ્યું નહોતું, ન તો ચાર વર્ષ દરમિયાન તેમને અમેરિકા જવાનો મોકો મળ્યો હતો. હવે આ બિલ જ્યારે સંસદમાં મુકાયું છે ત્યારે ફરી એક વાર રિપલબ્કિનોની ભૂમિકા પિકચરમાં આવી છે. બાઈડનના પ્રવક્તા જેન સાકી કહે છે કે, તેઓ કોઈ પણ રીતે બિલ તો પસાર કરાવવા માગે છે. ત્યાં સુધી કે રિપબ્લિકનો જે સુધારા કરે તે સુધારા સાથે પણ આ બિલ તો પસાર થશે જ. અલબત્ત, સુધારા કયા હશે તેની કોઈને ખબર નથી.

ભારતીયો માટે શું થઈ શકે છે?

એવું કહેવાય છે કે અમેરિકાના ગૃહ વિભાગે બિલમાં સુધારા આવે તો કેટલીક જોગવાઈઓ હાથવગી રાખી છે. જે ભારતીયો પાસે એડવાન્સ ડિગ્રી છે અને અને જેમની ઈમીગ્રેશન અરજી 2009માં અપ્રૂવ થઈ હતી, જે લોકો સ્કીલ્ડ વર્કર્સ અને પ્રોફેશનલ્સ છે અને જેમની અરજી 2010માં મંજૂર કરી દેવામાં આવી હતી- તેવા લોકોને ગ્રીન કાર્ડ માટે રાહ જોતા હોય તો, તેમને સત્વરે નાગરિકત્વ આપી દેવાશે. આ બિલની જોગવાઈ પ્રમાણે તે પછી દર વર્ષે 26,000 ગ્રીન કાર્ડ ઈશ્યુ કરાશે. નસીબદાર હશે તેમને આ ફાયદો થશે. રસપ્રદ એ છેકે આ માટે સૌથી વધુ લાઈનમાં ભારતીયો, ખાસ કરીને આઈટી કંપનીઓ સાથે જોડાયેલા એચવન બી કર્મચારીઓ છે. આ જોગવાઈમાં કેનેડા અને મેક્સિકોના ઈમીગ્રન્ટને બાકાત રાખવામાં આવેલા છે.

અમેરિકામાં ગ્રીન કાર્ડ ઈશ્યુ કરવાનું છેલ્લાં ત્રણેક દાયકાથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે તેને કારણે એટલો બધો બેકલોગ થઈ ગયો છે કે જેમણે ઓલરેડી અરજી કરી રાખી છે તેમનો વારો 195 વર્ષ પછી આવી શકે છે. જો દસ વર્ષ દરમિયાન આ દિશામાં કોઈ સુધારો ન થાય તો તેમાં 450 વર્ષ પણ લાગી શકે છે.

અમેરિકન ડ્રીમઃ H-1B રજિસ્ટ્રેશન 9થી 25માર્ચ સુધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!