ટેક્નોલોજી કે કલ્ચરમાં ટેલેન્ટેડ છો? આજે જ UKની  નવી પોઈન્ટ આધારિત ઈમીગ્રેશન સિસ્ટમનો લાભ લો

ટેક્નોલોજી કે કલ્ચરમાં ટેલેન્ટેડ છો? આજે જ UKની નવી પોઈન્ટ આધારિત ઈમીગ્રેશન સિસ્ટમનો લાભ લો

કોરોના સંકટને કારણે બંધ UKની ઈમીગ્રેશન સિસ્ટમનો ફરીથી પ્રારંભઃ નવી સિસ્ટમ પ્રમાણે પહેલી જાન્યુઆરીથી 70 પોઈન્ટ મેળવવા ફરજિયાત રહેશે

લંડન

UK સરકાર દ્વારા બ્રેક્ઝિટ પછી નવા Tier 2 પ્રોગ્રામનો પ્રારંભ થઈ ગયો છે. હવેથી બ્રિટનમાં જે લોકોએ પ્રવેશ કરવો હશે તેમને માટે પોઈન્ટ બેઝ્ડ ઈમીગ્રેશન સિસ્ટમનો અમલ થશે. જે કોઈ વિદેશી યુકેમાં આવે છે તેને તેની સ્કીલ પ્રમાણે પોઈન્ટ મળશે એટલે કે ઈંગ્લીશમાં તેમની સ્કીલના પોઈન્ટ ગણાશે અને તે પછી તેમને જોબની ઓફર થશે. UKની હોમ મિનિસ્ટરીના આદેશમાં કહેવાયું છે કે પહેલી જાન્યુઆરી 2021થી UKમાં દુનિયાના તમામ તેજસ્વી લોકોને આમંત્રણ છે અને તેઓ ઈમીગ્રેશન માટે એપ્લાય કરી શકે છે.  2020માં UKમાં ટેક વિઝા એપ્લીકેશનમાં 48 ટકાનો વધારો થયો છે.

ટેક નેશન વિઝા રિપોર્ટ પ્રમાણે UKમાં દુનિયામાંથી આવનારા ટેકનોલોજી જ્ઞાન ધરાવતા યુવાનોની સંખ્યામાં 2020માં ભારે પ્રમાણમાં વધારો થયો છે.પોઈન્ટ આધારિત સિસ્ટમમાં ચોક્કસ જરૂરિયાત પૂરી કરતા હોય તેવા લોકો UKમાં આવીને કામ કરી શકે છે. દરેક જરૂરિયાત પ્રમાણે પોઈન્ટ આપવામાં આવશે અને આ પોઈન્ટ પૂરા કરી શકે તેને UKમાં સહેલાઈથી જોબ અને રેસિડેન્સિયલ પરમિશન મળી શકે છે. જે લોકોને આવશ્યક 70 પોઈન્ટ મળી જશે તેને UKમાં વર્ક વિઝા તરત મળી જશે. યુરોપિયન યુનિયન દેશો અને નોન યુરોપિયન યુનિયન દેશોને એક સરખી રીતે ટ્રીટ કરતી આ પોઈન્ટ આધારિત વિઝા પદ્ધતિને કારણે UKની કંપનીઓ અને માલિકોને આખી દુનિયામાંથી સ્કીલ્ડ વર્કર્સને નિયુક્ત કરવાની સરળતા રહેશે.

અગાઉ વર્ક વિઝા માટે UKમાં અલગ અલગ રૂટથી કામગીરી થતી હતી. UKની કંપનીઓ અને માલિકો સમગ્ર વિશ્વમાંથી અલગ અલગ ટેલેન્ટના લોકોને આવકારવા માટે આતુર છે. તેઓ ઈચ્છે છે કે તેમની કંપનીમાં એકદમ ક્વોલિફાઈડ લોકો જોબ કરે જેથી UKના ઈકોનોમીમાં સુધારો આવે અને UK સમગ્ર દુનિયામાં નંબર વનનું સ્થાન મેળવે. નવી સિસ્ટમને કારણે કંપનીઓ અને માલિકો UKમાં નોકરી માટે આવનારા લોકો માટે ટ્રેનીંગ પર પણ ફોકસ કરી શકશે. જે લોકો પાસે કલ્ચરલ, ટેકનોલોજી, સાયન્સ અને એન્જિનિયરિંગના ફિલ્ડમાં સૌથી વધુ ટેલેન્ટ છે તેમને આવકારવા માટે UK એકદમ ઉદારવાદી નિતિ અપનાવવાનું છે.

આ માટેની એપ્લીકેશન ઓનલાઈન ભરાવાની છે અને જે લોકોએ વિઝા મેળવવા છે તેમણે પોતાની ઓળખનો પુરાવો અને જરૂરી તમામ દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના છે.

UK ઈમીગ્રેશન રૂટમાં નીચે પ્રમાણે વિઝાની કામગીરી શરૂ થઈ ગઈ છેઃ

*સ્કીલ્ડ વર્કર વિઝા(અગાઉ Tier 2 વિઝા)

* The Global Talent વિઝા. જેમની પાસે એકદમ અનોખી ટેલેન્ટ(ટેક્નોલોજી, મેડિસીન, એન્જિનિયરિંગ અને કલ્ચરલ) છે તેવા લોકો આ વિઝા માટે એપ્લાયટ કરી શકે છે.

* The Innovator વિઝા જે લોકો UKમાં પોતાના બિઝનેસ સ્થાપવા માગે છે તેવા લોકો આ વિઝા માટે અપ્લાય કરી શકે છે.

* The Start-up વિઝા. UKમાં પહેલીવાર પોતાની રીતે બિઝનેશની શરૂઆત કરવા માગતા હોય તેવા લોકો આ માટે એપ્લાય કરી શકે છે.

* The Intra-company Transfer વિઝા. UKમાં બીજા દેશોમાંથી મોકલાતા કર્મચારીઓ માટેની વિઝા.

અગાઉ, બ્રિટને સ્ટુડન્ટ અને ચાઈલ્ડ સ્ટુડન્ટ રૂટ માટેના વિઝાનો પ્રારંભ 5મી ઓક્ટોબરથી શરૂ કરી દીધેલો છે. સમગ્ર દુનિયામાંથી સૌથી તેજસ્વી હોય તેવા સ્ટુન્ડન્ટ્સને આવકારવા માટે UKએ તમામ તૈયારીઓ કરી લીધી છે. UKએ આ ઉપરાંત, સેટલ થવા માટે £35,800નો જે થ્રેસોલ્ડ રાખ્યો હતો તેમાં પણ 30 ટકાનો ઘટાડો કરી દીધેલો છે. પહેલી ડિસેમ્બરથી આ ઘટાડો અમલમાં આવ્યો છે અને હવેથી જેની લઘુત્તમ વાર્ષિક આવક £20,480 હશે તે માઈગ્રન્ટ્સ પણ સેટલ થવા માટે અરજી કરી શકશે. કોરોના સંકટને ધ્યાનમાં લઈને આ ફેરફાર કરવામાં આવેલા છે. સ્કીલ્ડ વર્કર્સ માટે કુલ 70 પોઈન્ટ જરૂરી રહેશે. આ નવી સિસ્ટમ આગામી વર્ષથી શરૂ થઈ રહી છે.

 

 

 

ફરજિયાત

 

 

 

 

 

 

 

 

ટ્રેડેબલ  (ટ્રેડની લાક્ષણિકતાઓ પ્રમાણે લાગુ થશે. જેમકે, ક્વોલિફિકેશન સેલેરી વિગેરે.)

 

જોબઓફર(સ્પોન્સર દ્વારા અપ્રૂવ)   એપ્રોપ્રિયેટસ્કીલ સાથેની જોબ

 

જરૂરી લેવલ સુધી ઈંગ્લીશ સ્પીકિંગ

 

 

સેલેરી £20,480થી £23,039

અથવા પ્રોફેશન માટે મિનિમમના 80 ટકા

જે વધુ હશે તે એપ્લાય થશે.

સેલેરી £23,040થી £25,599 અથવા

પ્રોફેશન માટે મિનિમમના 90 ટકા. જે વધુ હશે તે અપ્લાય થશે . જ

 

સેલેરી £25,600 કે તેથી વધુઅથવા પ્રોફેશનના રેટ પ્રમાણે. જે વધુ હશે તે લાગુ થશે.

 

શોર્ટેજ ઓક્યુપેશનમાં જોબ (માઈગ્રેશન એડવાઈઝરી કમિટી દ્વારા ડેઝિગ્નેટેડ)

 

જોબ માટે સંબંધિત PhD.

STEM સબ્જેક્ટ માટે જોબ સંબંધી PhD

 

 20

20

 

10

 

 

00

 

 

10

 

 

20

 

 

 

20

 

 

 

10

 

20

વિઝા માટે એપ્લાય કરશો તેના ત્રણ મહિનાની અંદર એપ્રૂવલ કે ડિસઅપ્રૂવલનો કોલ તમને મળી જશે. હાલમાં કોરોના સંકટને કારણે તમામ કામકાજ ઓનલાઈન ચાલી રહ્યાં છે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!