દર મહિને 10 હજાર રૂપિયાનું 10 વર્ષ માટે રોકાણ કરો, મેચ્યોરિટી પર 16,26,476 લાખ રૂપિયા મળે તેવી સ્કીમ

દર મહિને 10 હજાર રૂપિયાનું 10 વર્ષ માટે રોકાણ કરો, મેચ્યોરિટી પર 16,26,476 લાખ રૂપિયા મળે તેવી સ્કીમ

સુરક્ષિત રોકાણની તલાશમાં હોય તો પોસ્ટની આ સ્કીમ તમારા માટે આશીર્વાદ સમાન નીવડી શકે છેઃ કોઈપણ પ્રકારનું આર્થિક જોખમ લેવા માગતા ન હોય તેમના માટે આનાથી સારી કોઈ સ્કીમ જ નહીં હોય

 

ધર્મેશ જી. પંચાલ

 

ઘણાં લોકોને માર્ચ મહિનો આવે ત્યારે જ રોકાણની વાત યાદ આવતી હોય છે. માર્ચ મહિનાના અંત સુધીમાં તમામ લોકોએ તેમના ટાર્ગેટ પૂરા કરવાના હોય છે. વીમા એજન્ટથી લઈને બેન્ક અને પોસ્ટ વિભાગમાં નાણાકીય વર્ષ દરમિયાનના તમામ કામકાજ પૂરાં કરવાં પડે છે. જો આમ ન થાય તો ટાર્ગેટ કેરી ફોરવર્ડ થાય અને બીજા વર્ષના કામનું ભારણ વધી જાય. પોઈન્ટ બેઝ્ડ પ્રમોશન હોય તો એ પણ અટકે.

આ જ કારણથી તમે જોશો કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આર્થિક સલાહકારો અને કમિશન એજન્ટોના આંટાફેરા અને ફોનકોલ્સ વધી જાય છે. માર્કેટમાં એવાં ઘણાં રોકાણો છે જે તમને લાભ તો અપાવી શકે છે પણ સાથે તમારું ઈન્વેસ્ટમેન્ટ પણ સુરક્ષિત રાખે છે. આવું જ એક સુરક્ષિત ઈન્વેસ્ટમેન્ટ પોસ્ટ ઓફિસની એક સ્કીમનું છે. આ સ્કીમમાં તમને વધુ સારું રિટર્ન પણ મળે છે. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ વધુ સારી હોય છે. તેમાં ઓછાં રોકાણ સાથે વધુ સારી કમાણી કરી શકાય છે. પોસ્ટ ઓફિસની એવી જ એક બેસ્ટ સ્કીમ છે પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ.

આ સ્કીમ દ્વારા તમે ખૂબ ઓછી રકમના રોકાણથી શરૂઆત કરી શકો છો. ઉપરાંત તેમાં તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે. આમાં તમે ઓછામાં ઓછા 10 રૂપિયા અને વધુમાં વધુ તમારી રીતે દર મહિને રોકાણ કરી શકો છો. વધુ રોકાણ માટે કોઈ લિમિટ નથી. તમે તમારી ઈચ્છા મુજબ રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ RD ડિપોઝીટ અકાઉન્ટ વધુ વ્યાજ દર સાથે નાના હપ્તા જમા કરવાવની એક સરકારની ગેરંટીડ યોજના છે.

પોસ્ટ ઓફિસમાં તમે જે RD એકાઉન્ટ ઓપન કરો છો તે 5 વર્ષ માટે હોય છે. તેનાથી ઓછા સમય માટે આ એકાઉન્ટ ખોલી શકાતું નથી. દર ત્રિમાસિક અવધિમાં જમા રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. એ પછી તેને દરેક ક્વાર્ટરના અંતમાં તમારા અકાઉન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જોડવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ ઓફિસની વેબસાઈટમાં આ સ્કીમ અંગે આપેલી માહિતી અનુસાર, RD સ્કીમ પર વર્તમાન સમયમાં 5.8 % વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

*જો તમે દર મહિને પોસ્ટ ઓફિસની RD સ્કીમમાં 10 હજાર રૂપિયાનું 10 વર્ષ માટે પણ રોકાણ કરો તો તમને મેચ્યોરિટી પર 16,26,476 લાખ રૂપિયા મળશે.

*જો તમે ટાઈમસર RDના હપ્તા જમા ના કરો તો તમારે ફાઈન(ચાર્જ) ભરવો પડે છે. હપ્તા ભરવામાં લેટ થવા પર તમારે દર મહિને 1 % ચાર્જ આપવો પડશે. આ સાથે જો તમે સતત 4 હપ્તા જમા ન કર્યા તો એકાઉન્ટ આપોઆપ બંધ થઈ જશે.

* એકાઉન્ટ બંધ થાય તો આગામી 2 મહિનામાં તમે તેને ફાઈન ભરીને ફરીથી એક્ટિવેટ કરી શકો છો.

કોઈપણ વ્યક્તિ RD સ્કીમમાં રોકાણ કરી શકે છે. આ રોકાણ કાં તો ચેકમાં કે કેશમાં કરી શકાય છે. ડિપોઝિટર્સને આ સ્કીમમાં સારામાં સારું વ્યાજ મળે છે. સૌથી મોટી વાત એ છે કે દર ત્રણ મહિને આ સ્કીમમાં તમારું વ્યાજ ચક્રવૃદ્ધિ દરે વધે છે. મતલબકે, તમે જેટલો વધારે સમય આ સ્કીમમાં રોકાણ રાખો તેટલું વધુ સારું.

*કોઈ પણ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ સિંગલ કે જોઈન્ટલી ઓપરેટ કરી શકે છે. જો બેમાંથી કોઈની ઉંમર 10 વર્ષથી વધુ હોય તો તેઓ ગાર્ડિયનશીપ અંતર્ગત આ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે.

* આ સ્કીમમાં નોમિનેશન સુવિધા પણ છે.

*એડવાન્સ ડિપોઝિટ પર રોકાણકારને રિબેટ ફેસિલિટી મળે છે જે છ ઈન્સ્ટોલમેન્ટ સુધીની લિમિટમાં રહે છે.

*રોકાણકાર પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સહેલાઈથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે.

* કોઈપણ પ્રકારના અવરોધ વિના રોકાણકારને તેના પૈસા પાછા મળી શકે છે. એક વર્ષ થાય પછી રોકાણકાર 50 ટકા એમાઉન્ટ વિથડ્રો કરી શકે છે.

*ટેક્સમાં રાહતઃ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ ઈનકમ ટેક્સની સેક્શન 80C અંતર્ગત આવે છે અને તેના પર થતું રોકાણ ટેક્સફ્રી છે. દોઢ લાખ રૂપિયા સુધીનું તમે રોકાણ કરો તો તેના પર ટેક્સ રિબેટ મળે છે. જોકે, આ સ્કીમ અંતર્ગત જે વ્યાજ તમે કમાવ તેની પર ટેક્સ લાગે છે. કોઈપણ વ્યક્તિ તે જે ટેક્સ માળખામાં આવતો હોય તે પ્રમાણે તેણે ટેક્સ ચુકવવાનો રહે છે. ઉપરાંત, રૂપિયા 10,000થી વધુ વ્યાજ થઈ જાય તો તેની પર 10 ટકા રેટ સાથે ટીડીએસ લાગુ થાય છે. PAN કાર્ડ ન હોય તો 20 ટકાના રેટથી ટીડીએસ આપવો પડે છે.

PPF V/s VPF: સૌથી સારું ઈન્વેસ્ટમેન્ટ કયું? રોકાણ કરતાં પહેલાં ડિટેઈલ માહિતી જાણી લો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!