ઘરમાં હોય તો શોધવા માંડોઃ 1 રૂપિયાની આ નોટ તમને 7 લાખ રૂપિયા અપાવશે, કસમથી…

ઘરમાં હોય તો શોધવા માંડોઃ 1 રૂપિયાની આ નોટ તમને 7 લાખ રૂપિયા અપાવશે, કસમથી…

ઈ કોમર્સ સાઈટ eBay પર એક રૂપિયાની જૂની નોટોની મોટા પાયે હરાજી ચાલી રહી છેઃ કોઈએ 786 નંબરવાળી જૂની નોટ વેચવા મૂકી છે તો કોઈએ 1935ની…

 

આણંદ

 

26 વર્ષ પહેલાં ભારત સરકારે એક રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. આ નોટનું પ્રિન્ટિંગ ફરીથી 1 જાન્યુઆરી 2015થી શરૂ કરવામાં આવ્યું છે. એક રૂપિયાની નોટ માર્કેટમાં હવે નવા રૂપરંગમાં આવી છે. જોકે, જૂની નોટો હજુ ચલણમાં છે અને તેનો વપરાશ પણ ક્યાંકક્યાંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, શુકનમાં પ્રસંગોએ હજુ પણ આ નોટ આપવામાં આવી રહી છે. જોકે, એક રૂપિયાની આ નોટોમાં એવી પણ કેટલીક નોટો છે જેની કિંમત એક રૂપિયો નથી પણ લાખો રૂપિયા છે. આ નોટો આઝાદી પહેલાં છપાયેલી છે. ભારત સ્વતંત્ર થયું તે પહેલાં એક રૂપિયાની નોટો છપાતી હતી કેમકે, તે વખતે વસ્તુઓનું મૂલ્ય એટલું મોટું નહોતું. ઉપરાંત, સૌથી મોટી નોટ પણ માંડ પચાસ રૂપિયા સુધીની હતી. સો રૂપિયા તો પાછળથી આવ્યા અને તે પછી પાંચસો અને હજાર અને હવે બે હજારની નોટ ચલણમાં છે. પહેલાં બે રૂપિયાની લાલ રંગની નોટ પણ હતી. તેની સાથેની આ એક રૂપિયાની નોટ છે. આ નોટ જો તમારી પાસે હોય તો સમજો કે તમે માલદાર થઈ ગયા. 

મતલબકે, તમારી પાસે જો આઝાદી પહેલાં છપાયેલી એક રૂપિયાની નોટ ખૂણેખાંચરે, ઘરના ડામચિયામાં કે અલમારીના ચોરખાનામાં કે, અભરાઈ પર પિતળના ડબામાં કોઈને ખબર ન હોય તેમ મૂકી હોય કે પછી તમારા ઘરમાં વડીલોએ જૂનું ધન સાચવી રાખ્યું હોય તો- અત્યારને અત્યારે તમારે એ નોટ લઈને જવાનું છે. eBay તમને તેના બદલામાં સાત લાખ રૂપિયા રોકડા આપી દેશે. આ એક રૂપિયાની નોટ પર ગવર્નર જે ડબલ્યુ કેલીના હસ્તાક્ષર છે. 80 વર્ષ જૂની આ નોટ બ્રિટિશ સરકારે 1935માં ઈશ્યુ કરી હતી. મજાની વાત એ છે કે એક રૂપિયાની આ પ્રકારની જૂની નોટો જ માર્કેટમાં ઊંચા અને અલગ અલગ ભાવમાં વેચાઈ રહી છે. 1966ની સાલમાં છપાયેલી હોય તેવી નોટની કિંમત રૂપિયા 45 છે. 1957માં બહાર પડી હોય તેવી નોટનો ભાવ રૂપિયા 57 છે.

ઈ કોમર્સ સાઈટ eBay પર આવી નોટોની હરાજી થઈ રહી છે અને જો તમારી પાસે આવી નોટોનું બંડલ હોય તો તમે લખપતિ થઈ જવાના. eBay પર આવી નોટોનાં બંડલો પણ વેચાઈ રહ્યાં છે. 1949, 1957 અને 1964માં જે એક રૂપિયાની નોટો બહાર પાડવામાં આવી હતી તેનું 59 નોટોનું એક બંડલ રૂપિયા 34,999માં વેચાઈ રહ્યું છે. તે જ રીતે, 1957માં છપાયેલી નોટનું બંડલ જો વેચવા જાવ તો તમને રોકડા રૂપિયા 15 હજાર મળી શકે છે. 1968ની નોટોનું બંડલ તમને રૂપિયા 5500માં પડે છે. મતલબકે, સો રૂપિયાની સામે તમને પંચાવન ગણા રૂપિયા. નોંધવા લાયક બાબત એ છે કે એમાં એક નોટ 786 નંબરની પણ છે. આ નોટો જો તમે મંગાવો તો કેટલાક ડિલરો ફ્રી ડિલીવરી કરે છે જ્યારે કેટલાક રૂપિયા 90 ચાર્જ પેટે લે છે. પેમેન્ટ ઓનલાઈન કરવાનું છે. સીઓડીનો ઓપ્શન નથી.

એક એક રૂપિયાની નોટ રૂપિયા 9,999માં eBay પર વેચાઈ છે. આ નોટમાં ફાઈનાન્સ સેક્રેટરી કે આર મેમણની સહી છે. આ નોટ એક માત્ર નોટ હયાત રહી ગઈ છે. બાકીની ક્યાં ગઈ તે કોઈને ખબર નથી. જ્યારે ભારતના બંધારણને સંસદની મંજૂરી મળી ત્યારે એટલે કે 1949માં આ નોટ બહાર પડી હતી. eBay પર એક નોટના નંબરમાં 786 આવે છે.

કેટલાક લોકો આ નોટને પવિત્ર માને છે. એવું મનાય છે કે આ નોટ ખિસ્સામાં રાખવાથી ક્યારેય તમારા જીવનમાં પૈસાની કમી આવતી નથી. આ નોટની કિંમત eBay પર રૂપિયા 2200 છે. 1949માં એક રૂપિયાની જે નોટો છપાઈ હતી તેમાંથી એક જે બચી ગઈ છે તેની કિંમત રૂપિયા 6,000 છે. આ નોટ પણ વેચાઈ ચુકી છે. 1967માં જે છપાઈ હતી તે એક રૂપિયાની નોટની કિંમત રૂપિયા 2500 છે. આ નોટ પર એસ જગન્નાથની સહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!