NEETમાં ઈતિહાસઃ શોએબ આફતાબને 720માંથી  720 માર્કસ મળ્યા, આ રેકોર્ડ ક્યારેય તૂટી નહીં શકે

NEETમાં ઈતિહાસઃ શોએબ આફતાબને 720માંથી 720 માર્કસ મળ્યા, આ રેકોર્ડ ક્યારેય તૂટી નહીં શકે

ઓરિસ્સા રાજ્યમાંથી રેન્કર બનવાનો રેકોર્ડ પણ તોડ્યો,

ઓરિસ્સામાંથી આજ સુધીમા કોઈ ટોપર બની શક્યું નહોતું

 

નવી દિલ્હી

 

ઓલ ઈન્ડિયા મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ NEETનાં શુક્રવારે જાહેર થયેલા પરિણામમાં શોએબ આફતાબ નામના સ્ટુડન્ટે અધધધ કહેવાય તેવા 720 માર્કસ મેળવ્યા છે. NEETની તાજેતરમાં યોજાયેલી એક્ઝામમાં શોએબે ટોપ કર્યું છે અને 720માંથી 720 માર્કસ મેળવીને ઈતિહાસ રચી દીધો છે. શોએબ ઓરિસ્સાનો રહેવાસી છે.નીટના ઈતિહાસમાં આજ સુધી કોઈએ ક્યારેય 100 ટકા માર્કસ મેળવ્યા નથી. શોએબ પહેલો વિદ્યાર્થી છે જેણે તમામ માર્કસ મેળવી લીધા છે. 18 વર્ષના શોએબે આ સાથે બીજો રેકોર્ડ પણ બનાવ્યો છે. ઓરિસ્સામાંથી ટોપર બનનાર તે રાજ્યનો પ્રથમ વિદ્યાર્થી બન્યો છે. ઓરિસ્સાના વિદ્યાર્થીએ મેડિકલ એન્ટ્રન્સમાં આજ સુધી ક્યારેય પણ ટોપ રેન્ક મેળવી નહોતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET 2020ની પરીક્ષા કોરોના મહામારી વચ્ચે આયોજિત કરી હતી. તે ઉપરાંત NEET UG આન્સર સીટ 26મી સપ્ટેમ્બરે જારી કરવામાં આવી હતી. પરીક્ષાનું આયોજન કોરોના સંકટ વચ્ચે કરવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યો દ્વારા પરિવહનની વ્યવસ્થા કરીને સ્ટુડન્ટ્સને લઈ જવાયા હતા. આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે આ વખતે કોરોના પોઝિટવ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવા દેવામાં આવી નહોતી. તેના કારણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

NEET પરીક્ષા આપનાર વિદ્યાર્થીને દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન મળે છે. નીટ પરીક્ષા દ્વારા દેશભરના મેડિકલ કોલેજોમાં MBBS અને BDSમાં એડમિશન મળે છે. તેમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગ મુજબ દેશના ટોપ મેડિકલ સંસ્થાઓમાં એડમિશન મળે છે. આ વખતે કોરોનાના કારણે કન્ટેન્મેન્ટ ઝોનના પરીક્ષા કેન્દ્ર પણ રદ કરી દીધા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયની બધી ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખતા દેશભરમાં આ પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષા માટે દેશભરના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!