રાતા ગ્રહ મંગળની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો ભૂતકાળ બની, પ્રીઝરવરન્સે મોકલ્યા કલરફુલ ફોટોગ્રાફ

રાતા ગ્રહ મંગળની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો ભૂતકાળ બની, પ્રીઝરવરન્સે મોકલ્યા કલરફુલ ફોટોગ્રાફ

પૃથ્વી ઉપરાંત બીજા ગ્રહ પર જીવન છે કે કેમ તેની તપાસ કરવા માટે 239 માઈલ લાંબી સફર કરીને ગુરુવારે મંગળ ગ્રહની સપાટી પર પહોંચી ગયેલા પ્રીઝરવરન્સ(perseverance)યાને એક એકથી ચઢિયાતી તસવીરો મોકલવાનું શરૂ કર્યું

 

કેપકેનવેરલ

 

મંગળ ગ્રહ(mars) પર મોકલાયેલા પ્રીઝરવરન્સperseverance) યાને રાતા ગ્રહની તસવીરો મોકલવાનું શરૂ કરી દીધું છે. પ્રીઝરવરન્સ(perseverance yan) ગુરુવારે 239 માઈલનો પ્રવાસ કરીને મંગળ ગ્રહ પર પહોંચી ગયું હતું અને તેણે શુક્રવારથી  તો કામગીરી શરૂ પણ કરી દીધી છે. બીજી એક ઈમેજ મંગળ ગ્રહની પહેલી કલર તસવીર છે. રોવરની 24 મેગાપિક્સલ કેમેરાથી લેવાયેલી આ તસવીર મંગળની જમીન કેવી છે તે બતાવે છે. મંગળ પર જીવન છે કે કેમ તે અંગેની તપાસ માટે આ યાન મોકલાયું છે.

નાસાએ રિલીઝ કરેલી મંગળ(mars) ગ્રહની આ ઈમેજમાં સાત મિનિટ સુધી યાનને જે તકલીફ પડી હતી તેની પણ કેટલીક તસવીરોનો સમાવેશ થાય છે. મંગળની સપાટી પર જ્યાર યાન ઉતરી રહ્યું હતું ત્યાર તેમાં થોડી ખામી સર્જાઈ હતી. જોકે, તે પછી યાને પોતાની જાતને સંભાળી લીધી હતી અને સફળતાપૂર્વક મંગળ પર ઉતરી ગયું હતું.

2.2 અબજ ડોલરના ખર્ચે તૈયાર થયેલું આ યાન મંગળની સપાટી પર ગુરુવારે 239 માઈલની લાંબી જર્ની બાદ પહોંચી ગયું છે. વિજ્ઞાનીઓના દાવા પ્રમાણે perseverance yan જબરદસ્ત કામગીરી કરી રહ્યું છે અને હેલ્ધી છે. યાને દ્વારા જે તસવીરો મોકલવામાં આવી છે તેમાં મંગળની સપાટી પર ઉડી રહેલી ધુળ અને ખડકોના ફોટોગ્રાફ પણ છે.

પ્રીઝરવરન્સ(perseverance yan) મંગળની સપાટી પર ઉતર્યું અને ચાલવાનું શરૂ કર્યું તેની થોડી મિનિટો પછી જ તેણે ફોટોગ્રાફ મેળવીને પૃથ્વી પર મોકલવાનું શરૂ કરી દીધું હતું. આ ફોટો 20 મેગાપિક્સલ કલર કેમેરા દ્વારા પાડવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટના ચીફ એન્જિનિયર એડમ સ્ટેલ્ત્ઝનર કહે છે કે, પ્રીઝરવરન્સ(perseverance yan) આઠ વર્ષ દરમિયાન ઈન્વેસ્ટ કરવામાં આવેલા 4000 માનવ કલાકોના પ્રયાસનું પરિણામ છે. ઈસવીસન 2012માં ક્યુરિયોસિટી યાન ઉતર્યું ત્યારથી મંગળ પરના આ સાહસ માટેનું કામ ચાલી રહ્યું હતું.

પ્રીઝરવરન્સ યાને(perseverance yan) 12,000 માઈલની ઝડપે મુસાફરી કરી હતી અને તે પછી તેની સ્પીડ ઝીરો લેવલ પર આવી ગઈ હતી. ઝીરો લેવલ પર સેફ લેન્ડિંગ માટે આવવું જરૂરી હતું. યાન એકવાર મંગળની સપાટી પર ઉતર્યું કે તરત તેની સ્કાય ક્રેને સેફ લોકેશન શોધીને ફોટો લેવાનું શરૂ કરી દીધું હતું. મંગળ પર આવેલી મોટી ખીણની આ તસવીર હતી. અત્યાર સુધીમાં પૃથ્વી પર રહેતા માણસોને મંગળના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ જોવા મળતા હતા પણ હવે તે કલરમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!