પટણામાં બને છે સોનાની વરખ સાથેનું સૌથી મોઘું પાન, કિંમત જાણીને ચોંકી જશો(જુઓ વિડિયો)

પટણામાં બને છે સોનાની વરખ સાથેનું સૌથી મોઘું પાન, કિંમત જાણીને ચોંકી જશો(જુઓ વિડિયો)

સામાન્ય રીતે એવું મનાય છે કે પાનની નગરી બનારસ છે અને ત્યાં સૌથી મોઘું પાન મળે છેઃ જોકે, બિહારની રાજધાની પટણામાં આવેલા એક ગલ્લા પર ભારતનું સૌથી મોંઘુ પાન વેચાય રહ્યું છે

 

પટણા

 

જો તમે એમ માનતા હોય કે પાનની નગરી બનારસમાં સૌથી મોંઘું પાન(betel leaf) મળે છે તો તમારી એ માન્યતા બદલવી પડે તેમ છે. બિહારના પટણામાં એટલું મોઘું પાન(betel leaf) મળે છે કે તમારી આંખો ચાર થઈ જાય. આ પાન(betel leaf)ની કિંમતમાં તમે બે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો. 20 લીટર પેટ્રોલ ભરાવી શકો છો અને કોઈ ગરીબ માણસ તેના ચાર જણના પરિવારનું આટલા પૈસાથી આખા મહિનાનું રાશન ખરીદી શકે છે. આ પાન(betel leaf)નું નામ ‘ગોલ્ડન સાજન સજની’ પાન છે. પટણામાં આવેલા માર્યો કોમ્પલેક્સમાં આવેલી એક દુકાનમાં આ મોંઘેલું પાન બને છે. મજાની વાત એ છે કે આટલું મોઘું પાન ખાનારાઓ પણ અનેક લોકો છે.

http://એવું કહેવાય છે કે બનારસની જેમ પટણામાં પણ પાન(betel leaf) ખાનારા લોકોની કોઈ કમી નથી. અહીં પાન માટે રૂપિયા 1500 ખર્ચી શકે તેવા ધનવાન લોકો પણ રહે છે. મૌર્યા કોમ્પલેક્સમાં આવેલી પાન(betel leaf) ચોઈસ દુકાનમાં જ આ પાન મળે છે. આ પાનની ખાસિયત એ છે તેમાં સોનાની ફોઈલ(Gold Foil) નાખવામાં આવતી હોય છે. હકીકતમાં પટણામાં પાનનાં ઘણાં એવા ગલ્લા છે જ્યાં ચાંદીની વરખ(silver foil)સાથેનાં પાન(betel leaf) મળે છે પણ પાન ચોઈસ એક માત્ર એવી દુકાન છે જેમાં પાન સોનાની વરખ(Gold Foil)માં આવે છે.

આ પાનના ગલ્લાના માલિકનું નામ દિલિપકુમાર છે. તેઓ કહે છે કે, લબોં કી શાન એવું આ ગોલ્ડન સાજન સજની પાન પટણાની પોતાની વરાઈટી છે. જેમ લખનૌમાં નવાબ પાનમાં ભસ્મ નાખીને ખાવામાં આવે છે તેમ અમારા પાનમાં અમે સોનાની વરખ નાખીએ છીએ. આ જ કોન્સેપ્ટ સાથે અમે પાન બનાવવાનું શરૂ કર્યું હતું. સોનાના વરખ સાથેનું પાન લોકો શોખથી ખાય છે. આવું પાન સૌથી વધુ લગ્ન જેવા પ્રસંગોમાં ખવાતું હોય છે.

દિલિપકુમાર 20 વર્ષથી પાન વેચે છે. તેમની દુકાન પર 30 રૂપિયાથી લઈને 1500 રૂપિયાનું પાન વેચાય છે. ગોલ્ડન સાજનસજની પાન રૂપિયા 1500માં વેચાય છે. ગિલોરી પાન લોકોને સૌથી વધુ પસંદ છે. સાદું પાન હોય કે જર્દા તમામ પ્રકારનાં પાન અહીં મળે છે. તમામ પાન માટે 51 અલગ અલગ પ્રકારનાં મસાલા તૈયાર હોય છે.

ચાંદીની વરખ હોય તેવા પાન લગ્ન સમારંભોમાં સૌથી વધુ ખવાય છે. વેનીલા અને ડ્રાઈ ફ્રુટ ફ્લેવરનાં પાન પણ અહીં વેચાય છે. અસલ કેસર, ઈલાયચી, સોપારી, ગુલકંદ, કાથો અને વરિયાળીને એકમેકમાં મિક્સ કરીને આ પાન તૈયાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!