અમદાવાદની લોયોલા સ્કૂલના એકાઉન્ટન્ટનો ગોટાળો, 3.21 કરોડ રૂપિયા ઘરભેગા કરી દીધા

અમદાવાદની લોયોલા સ્કૂલના એકાઉન્ટન્ટનો ગોટાળો, 3.21 કરોડ રૂપિયા ઘરભેગા કરી દીધા

અમદાવાદ

 

અમદાવાદની જાણીતી મિશનરી સ્કૂલ સેંટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલની સાથે સ્કૂલના ક્લાર્કે રૂપિયા 3.21 કરોડની ઠગાઈ કરતાં ખળભળાટ મચી ગયો છે. લોયોલા સ્કૂલ સાથે ઠગાઈ કર્યા પછી આ ક્લાર્ક ભાગી ગયો છે. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કોરના સંકટ દરમિયાન કોઈ જોતું નથી અને કોઈનું ધ્યાન જશે નહીં તેમ માનીને આ ક્લાર્કે આ ઠગાઈ કરી હતી.

આરોપી ક્લાર્ક જયેશ સુનિલ વાસવાની અને એકાઉન્ટન્ટ મનીષા શંકર વસાવાએ આ ઉચાપત કરી છે. વાસવાની સરદાર નગર વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં સિંધી કોલોનીમાં રહે છે જ્યારે એકાઉન્ટન્ટ મનીષા બોપલ વિસ્તારમાં તુલીપ સ્કૂલ પાસે આવેલી સ્ટર્લિંગ બિલ્ડિંગમાં રહે છે. સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ ફાધર ચાર્લ્સ અરૂલદાસની ખોટી સહીઓ કરીને આ લોકોએ કરોડો રૂપિયા ઉપાડી લીધા છે. તેમણે ચેકમાં ખોટી સહીઓ કરી હતી. સ્કૂલના હાલના પ્રિન્સિપાલ ઝેવિયર અમલરાજે આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ થયો છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ લોયોલા સ્કૂલમાં 21 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી મનીષા વસાવાએ વાસવાની સાથે મળીને આ ચિટિંગ કર્યું હતું. સ્કૂલની બાજુમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાં આ ગોલમાલ તેમણે કરી હતી. આ બેન્કમાં કર્મચારીઓના ડિડક્શન ખાતામાં કર્મચારીઓનાં પીએફના નાણાં જમા કરાવવામાં આવે છે તેમાંથી તેમણે ઘાલમેલ કરી છે. સ્કૂલનું ઓડિટ દર વર્ષે એમ.એ.શાહ પેઢી દ્વારા કરવામાં આવે છે. આ પેઢીના ક્લાર્ક કમલેશભાઈ ઓડિટ કરવા આવવાના હોવાથી ફાધર ઝેવિયર પાસે હિસાબો માંગવામાં આવ્યા હોવાથી તેઓએ મનીષાને તમામ હિસાબો આપી દેવા જણાવ્યું હતું. જોકે મનીષાએ હિસાબ આપ્યા ન હતા. ઉપરાંત તે વગર મંજૂરીએ સ્કૂલમાં ગેરહાજર રહેતી હતી. મનીષાએ સ્કૂલમાં આવવાનું જ બંધ કરી દીધું હતું. આથી શાળાની ક્લાર્ક એડના રાઠોડ અને મોનિકાએ હિસાબો આપ્યા હતા.

ફાધર ઝેવિયરને મનિષાના વર્તન અને ગેરહાજરીના કારણે કઈક ગરબડ થયાની શંકા ગઈ હતી.  ઓડિટરે ઓડિટ કરતાં ગોટાળો બહાર આવ્યો હતો. જેમાં શાળા અને તેની સંસ્થાઓના સેન્ટ્રલ બેન્કમાં આવેલાં જુદા જુદા બેન્ક એકાઉન્ટમાંથી મનીષાએ 2019થી 2020 દરમિયાન રૂ.2,84,00728ની રકમ શાળાના ડિડકશન એકાઉન્ટમાં આરટીજીએસથી અને જે તે સમયના પ્રિન્સિપાલ ફાધર ચાર્લ્સની ખોટી સહીઓ કરી ચેકથી ટ્રાન્સફર કરી હતી. ડિડકશન એકાઉન્ટની ચેક બુક મનીષા વસાવા પાસે રહેતી હતી. ડિડક્શન એકાઉન્ટમાંથી મનિષાએ ગત તા 23-7-2019થી 5-3-2020 સુધીમાં રૂ.2,87,43, 705ની રકમ અમદાવાદના જયેશ સુનિલ વાસવાનીના ડીસીબીઈ બેન્ક એકાઉન્ટમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરી હતી. આ સુનિલ વાસવાની સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝના નામે લીલામણી ટ્રેડ સેન્ટર, ફિલોલીથોમેસ, દુધેશ્વર રોડ ખાતે ઓફિસ ધરાવે છે. આ ઉપરાંત આરોપી મનીષાએ 2018, 2019 અને 2020 દરમિયાન શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રોકડમાં ભરવામાં આવેલા રૂ.33,65,470ની રકમ પણ સ્કૂલના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી નથી તેવું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!