હાઈવેના ટોલ પ્લાઝા પર તમારી કારનો FASTag સ્કેન ન થાય તો શું કરશો? FASTagથી બચવાનો કોઈ રસ્તો ખરો?

હાઈવેના ટોલ પ્લાઝા પર તમારી કારનો FASTag સ્કેન ન થાય તો શું કરશો? FASTagથી બચવાનો કોઈ રસ્તો ખરો?

ડ્રાઈવરો બ્લેક લિસ્ટેડ FASTag સ્ટીકર ચોંટાડી રાખતા. પાંચ-દસ મિનિટ સુધી ટોલ ઉઘરાવનારા પાસે ઝઘડતા રહેતા. જો આ રીતે ઝઘડો લાંબો ચાલે તો હાઈવે પર ટ્રાફિક જમા થાય અને તેમને મફતમાં નીકળી જવાનું મળે

 

અમદાવાદ

 

15મી ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં હાઈવે પર રોડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા FASTagનો ઉપયોગ ફરજિયાત બનાવી દેવાયો છે. હમણાં સુધી એક એક મહિનો તેમાં એક્સટેન્શન અપાતું રહેતું હતું પણ હવેથી FASTag ફરજિયાત રહેશે. તેમાંથી કોઈપણ ચાલક બચી શકશે નહીં. જો તમારી કાર પર FASTagનું સ્ટીકર ન હોય તો તમારે ડબલ ટોલ ભરવાનો રહેશે. કેશ માટે હમણાં સુધી ટોલ પ્લાઝા પર થતી લાઈનો હવે અદ્રશ્ય થશે કેમકે, કેશની લાઈન જ બંધ થઈ ગઈ છે. આ લાઈન હવે FASTagની બની ગઈ છે.

ટોલ પ્લાઝા પર દરેક જગ્યાએ FASTagની આડશો હોય તો તમે કોઈપણ સંજોગોમાંથી તેમાંથી બચી શકવાના નથી. આડશ તોડીને ભાગો તો હાઈ વે પોલીસ તમને ગમે ત્યાં પકડી પાડી શકે છે અથવા તો ટોલના બીજા છેડા પર તમારે ફસાવાનું તો છે જ. મતલબકે, એકવાર તમે હાઈવે પર ઘુસ્યા એટલે પિંજરામાં પ્રવેશ કર્યો તેમ સમજો. ટોલ ટેક્સ ભર્યા વિના તમને કોઈ જવા દેશે જ નહીં. સામાન્ય માણસ પાસે આનો કોઈ તોડ નથી.

જોકે, એકાદ રસ્તો એવો છે જેમાં તમને ટોલ વિના જવા દેવા પડે તેમ છે. એ પહેલાં રાજસ્થાનમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ જોવા જેવી છે. આ ટ્રક ડ્રાઈવરોએ બે FASTag સ્ટીકર રાખીને ટોલમાંથી કેવી રીતે બચવું તેનો ઉપાય શોધી કાઢ્યો હતો.

ડ્રાઈવરો તેમના વીન્ડ સ્ક્રીન પર બ્લેક લિસ્ટેડ FASTag સ્ટીકર ચોંટાડી રાખતા હતા. પહેલાં ડ્રાઈવરો પાંચ-દસ મિનિટ સુધી ટોલ ઉઘરાવનારા પાસે ઝઘડતા રહેતા. તેમને એવું હતું કે, જો આ રીતે ઝઘડો લાંબો ચાલે તો હાઈવે પર ટ્રાફિક જમા થાય અને તેમને મફતમાં નીકળી જવાનું મળે. ટ્રાફિક બહુ થઈ જાય તો પાછળવાળા લોકો પણ તેમને પ્રેશર કરે એટલે ટોલ ભર્યા વિના જતા રહેવાનું બને. બ્લેક લિસ્ટેડ સ્ટીકર હોવાથી મશીન પકડી શકતું નથી. આવું લાંબુ ચાલે અને ઝઘડો ખતમ ન થાય તેવું લાગે તો ડ્રાઈવર ખિસ્સામાં રાખેલું વેલિડ FASTag સ્ટીકર કાઢીને આપી દે અને ટોલ ભરી દે. પણ ઘણાં કેસમાં ટોલ ભર્યા વિના નીકળી જવાનું થાય.

આવા કેસમાં ડ્રાઈવર એક ટ્રીપમાં 1000થી 1500 રૂપિયા બચાવી લે.

હાઈવે હેલ્પ લાઈન નંબર 1033 પર તે પછી ટ્રક ડ્રાઈવર ફોન કરે અને ત્યાં પોતાનો વેલિડ FASTag નંબર આપે. વેલિડ નંબર મળે પછી સામેથી એમ કહેવાય કે મશીનમાં તકલીફ હોઈ શકે છે. મશીનમાં તકલીફ હોય તો હવે શું કરવું? આ તો હાઈવે ઓથોરિટીનો વાંક ગણાય. એટલે અંતે, ટ્રાઈવરને ટોલ વિના જવા દેવામાં આવે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI)ના ધ્યાનમાં આ વાત આવી હતી. આવા ડ્રાઈવરો સામે તેમણે પગલાં ભર્યાં હતાં. આ અગાઉ કેટલાક ટ્રક ડ્રાઈવરોએ “enable and disable” ફિચર ધરાવતા પેટીએમના વોલેટનો ટોલ ન ભરવા માટે ઉપયોગ કર્યો હતો.

પેટીએમના વોલેટમાં અપાતા આ ફિચરમાં “enable and disable” ઓપ્શન હોય છે. તેમાંથી ડિસેબલનો ઓપ્શન દબાવો તો પૈસા કપાતા નથી. પૈસા ન કપાય એટલે રકઝક થાય. ડ્રાઈવર એમ કહે કે, તેમાં અમે શું કરીએ. તમારો વાંક છે. આમ ફ્રીમાં ટોલ ભર્યા વિના એ લોકો નીકળી જતા હતા.

આ વાત પણ હાઈવે ઓથોરિટીના ધ્યાનમાં આવી હતી. તેમણે પેટીએમને રિક્વેસ્ટ કરીને તેના વોલેટમાંથી આ ફિચર કઢાવી નાખ્યું હતું.

જોકે, આ જાકુજીની રીતરસમો છે. જો તમે કાર લઈને હાઈવે પર જતા હોય અને મશીન તમારું FASTag યોગ્ય રીતે ડિટેક્ટ ના કરી શકે તો, તમારે ટોલ ટેક્સ ભરવાની જરૂર રહેતી નથી. યેસ. આ નિયમ છે. જો તમે કાર લઈને જતા હોય અને તમારો FASTag મશીન સ્કેન ન કરી શકે તો તમારે ટોલ ટેક્સ ભરવાનો રહેતો નથી.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI)ના નેશનલ હાઈવે ફી ડિટરમિનેશન ઓપ રુલ્સ એન્ડ કલેક્શન અમેન્ડમેન્ટ રૂલ 2018 GSR 427E 07.05.2018માં આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે. 15મી ફેબ્રુઆરીથી જ્યારે સમગ્ર દેશમાં હાઈવે પર FASTag ફરજિયાત કરી દેવામાં આવ્યો છે ત્યારે આ ઓછા જાણીતા નિયમ વિશે તમારે જાણી લેવું જોઈએ.

આ નિયમમાં લખાયું છેઃ “ જો કોઈ વ્હીકલ યુઝરનું, તેની પાસેનું કાર્યરત FASTag અથવા તો આવું કોઈપણ ડિવાઈસ પૂરતા બેલેન્સ સાથેના એકાઉન્ટમાં લિંક થયેલું હોય અને ટોલ પ્લાઝા પરના ઈલેકટ્રોનિક ટોલ કલેક્શન પર તેને ટ્રેક ન કરી શકાય તેમ હોય તો, અથવા તો આ મશીનમાં ખામી આવી ગઈ હોય તો, વ્હીકલ યુઝરને ટોલ પ્લાઝા પરથી ફ્રીમાં જવા દેવામાં આવી શકે છે. આવા કેસમાં આવા વ્હીકલ યુઝર્સને ઝીરો ટ્રાન્ઝેક્શન રિસિપ્ટ આપવી ફરજિયાત છે.”

FASTag સ્ટીકર તમારી કાર કે વ્હીકલના વીન્ડ સ્ક્રીન પર ચોંટાડવામાં આવે છે. આ એક રેડિયો Radio-frequency Identification (RFID) નંબર છે જે તમારા વ્હીકલને ટ્રેક કરે છે. તેમાં બારકોડ હોય છે. આ બારકોડ તમારા રજિસ્ટર્ડ વ્હીકલ સાથે એટેચ થાય છે. તમે જ્યારે ટોલ પ્લાઝામાંથી નીકળો છો ત્યારે ત્યાં રખાયેલું મશીન તમારી કાર પરનું આ સ્ટીકર વાંચે છે અને તેની સાથે બેન્ક એકાઉન્ટ કે પેટીએમમાં જે બેલેન્સ હોય તેમાંથી જરૂર પૂરતા પૈસા કાપી લે છે. એકવાર પૈસા કપાઈ જાય પછી તમને ત્યાંથી જવા દેવામાં આવે છે.

FASTag ઓક્ટોબર 2017માં સૌથી પહેલાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, તે પછી છેક એક વર્ષ બાદ 2018માં રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ તમામ વ્હીકલમાં તે ફરજિયાત બેસાડવાની જાહેરાત કરી હતી. હવેથી 15મી ફેબ્રુઆરીથી કાયદો લાવીને તમામ વાહન માટે તે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!