ભારતમાંથી કેનેડામાં સ્પોન્સરશીપ ઈમીગ્રેશનની ઈચ્છા છે? જાણી લો કયા છે નિયમો, શું પ્રોસેસ કરવાની છે

ભારતમાંથી કેનેડામાં સ્પોન્સરશીપ ઈમીગ્રેશનની ઈચ્છા છે? જાણી લો કયા છે નિયમો, શું પ્રોસેસ કરવાની છે

ફેમિલી સ્પોન્સરશીપ પ્રોગ્રામ અંતર્ગત, કેનેડિયન સિટિજન કે પરમેનન્ટ રેસિડન્સ, જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય તે તેના ફેમિલી મેમ્બર્સને કેનેડાના પરમેનન્ટ સિટિજન બનવા માટે સ્પોન્સર કરી શકે છે

 

ટોરન્ટો

 

સમગ્ર દુનિયામાં કોરોના સંકટને એક વર્ષ પૂરું થઈ ગયું છે અને આ દરમિયાન આવી ગયેલી વેક્સિને પોઝિટિવ પરિણામો આપવાં માંડ્યાં છે. ક્યાંક ક્યાંક હજુ કોરોનાએ સમયાંતરે ઉથલો મારવાનું ચાલુ રાખ્યું છે પણ, વેક્સિનને કારણે લોકોમાં એક આશા જરૂર જાગી છે. એક દેશમાંથી બીજા દેશમાં આવવા જવાનું શરૂ થયું છે. ખાસ કરીને, કેનેડાએ તો આ દિશામાં બહુ વખત પહેલાંથી લોકોને એન્ટ્રી આપવા માંડી છે. પોતાનાં સ્નેહીજનોને કેનેડામાં મળી શકે તે માટે સરકારે બોર્ડરો ખોલી નાંખી છે. જે લોકો કેનેડામાં રહે છે તેમને પરમેનન્ટ રેસિડન્સ મળી જાય તે માટે પણ પ્રયાસો શરૂ થઈ ગયા છે.

ભારતીય લોકો કેનેડામાં સૌથી વધુ વસવાટ કરનારા લોકો છે. કેનેડામાં ચાલતા ફેમિલી સ્પોન્સરશીપ પ્રોગ્રામમાં સૌથી વધુ ઈન્ડિયન ભાગ લેતા હોય છે, તેમ ઈમીગ્રેશન, રેફ્યુઝી એન્ડ સિટિજનશીપ કેનેડાનો ડેટા કહે છે. કોરોનાની મહામારી શરૂ થઈ તેના એક વર્ષ પહેલાં કુલ 17,660 ભારતીયોને ફેમિલી મેમ્બર પ્રોગ્રામમાં કેનેડામાં વિઝા આપવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે કોરોના સંકટ દરમિયાન પણ 4,140 ભારતીયોને કેનેડામાં પરમેનન્ટ રેસિડન્ટનું સ્ટેટસ મળી ગયું હતું. આગલા વર્ષે આ સંખ્યા 9720 હતી અને તેમાં 57.40 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, તેમ છતાં કેનેડામાં ફેમિલી સ્પોન્સરશીપ પ્રોગ્રામ થકી પરમેનન્ટ રેસિડન્સ લેવામાં સૌથી વધુ ભારતીયો હોય છે.

કેનેડા ભારતીયોને જ આ વર્ષે પણ આ તક સૌથી વધુ આપી શકે છે. ફેમિલી સ્પોન્સરશીપ પ્રોગ્રામ અંતર્ગત, કેનેડિયન સિટિજન કે પરમેનન્ટ રેસિડન્સ, જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય તે તેના ફેમિલી મેમ્બર્સને કેનેડાના પરમેનન્ટ સિટિજન બનવા માટે સ્પોન્સર કરી શકે છે.

સ્પોન્સર્ડ ફેમિલી મેમ્બર કેનેડામાં રહી શકે છે, કામ કરી શકે છે

પરમેનન્ટ રેસિડન્સ હોય તેવી કોઈપણ વ્યક્તિ, કેનેડામાં રહી શકે છે, સ્ટડી કરી શકે છે કામ પણ કરી શકે છે.

સ્પોન્સર્ડ કરનાર વ્યક્તિએ તેના તમામ ફેમિલી મેમ્બર્સની સંભાળ રાખવાની હોય છે, તેની ફાઈનાન્સિયલ જવાબદારી લેવાની હોય છે.

જે કેનેડિયન સિટિજન કે પરમેનન્ટ રેસિડન્ટ વ્યક્તિ સ્પોન્સર બને તેણે આ પ્રમાણેની વિધિ કરવી પડે છેઃ

*પોતાનાં રિલેટિવ સાથે એ એક કરાર કરવો પડે છે કે સ્પોન્સર તરીકે તે સંબંધીને ફાઈનાન્સિયલ સપોર્ટ પૂરો પાડશે. આ એગ્રીમેન્ટમાં એમ પણ લખાયું હોય છે કે એકવાર પીઆર મળી જાય પછી આ વ્યક્તિ કે જેને સ્પોન્સરશીપ મળી ચે તે પોતાની રીતે કામકાજ કરશે.

*પરમેનન્ટ રેસિડન્ટ થાય ત્યાં સુધી ત્રણ વર્ષ દરમિયાન પોતાના સ્પાઉસ, ઈન લોઝ કે પાર્ટનરને ફાઈનાન્સિયલ સપોર્ટ આપવાનો રહે છે.

* ડિપેન્ડન્ટ બાળકને 10 વર્ષ સુધી ફાઈનાન્સિયલ સપોર્ટ પ્રોવાઈડ કરવો પડે છે. અથવા તો બાળક 25 વર્ષનું થાય ત્યાં સુધી(જે પહેલું આવે તે રીતે)

રિલેટિવ કોને સ્પોન્સર સરી શકે છેઃ

*સ્પાઉસ

*કોમન લો પાર્ટનર

*કોન્જુગલ પાર્ટનર

*ડિપેન્ડન્ટ બાળકો

*પેરન્ટ્સ

*ગ્રાન્ડ પેરેન્ટ્સ

*ભાઈ/બહેન, ભત્રીજા-ભત્રીજી/ભાણા-ભાણી, ગ્રાન્ડ ડોટર્સ અથવા ગ્રાન્ડ સન કે જે અનાથ બનેલાં છે. 18 વર્ષની નીચે અને જેમણે લગ્ન કર્યાં નથી અથવા તો કોમન લો રિલેશનશીપ છે

*કોઈપણ એજનાં અન્ય રિલેટિવ પણ ચોક્કસ શરતો સાથે

સ્પાઉસ અને કોમન લો પાર્ટનર કે જે કેનેડા સ્પોન્સરશીપ હેઠલ આવે છે તેમને સ્પાઉસલ વર્ક પરમિટ પાયલોટ પ્રોગ્રામ હેઠળ કામ કરવાની પરવાનગી મળી શકે છે.

ઈમીગ્રેશન એપ્લીકેશન ફાઈનલ થઈ જાય તે રીતે સ્પાઉસ અને પાર્ટનર્સને કેનેડામાં કામ મળી શકે તે હેતુથી આ આખો પ્રોગ્રામ સેટ કરાયો છે

સ્પોન્સર્સ ફાઈનાન્સિયલી જવાબદાર

સ્પોન્સરશીપ પ્રોગ્રામ હેઠળ, સ્પોન્સર કેનેડાની ઈમીગ્રેશન ઓથોરિટી સાથે કોન્ટ્રાક્ટ કરે છે કે તે સ્પોન્સર વ્યક્તિના સોશિયલ આસિસ્ટન્સ પેમેન્ટ માટે સરકારને ભરપાઈ થાય તે રીતે પૈસા ચુકવશે. સ્પોન્સર્સ આ કોન્ટ્રાક્ટ પૂરેપૂરો પાળવા માટે બંધાયેલો છે. ધારોકે, તેનું લગ્નજીવન તૂટી જાય, સેપરેટ થઈ જાય કે ડિવોર્સ થાય કે કોઈ ફાઈનાન્સિયલ ચેન્જીસ આવે તો પણ તેણે આ કોન્ટ્રાક્ટના નિયમો પાળવાના હોય છે.

સ્પાઉસના કેસમાં, કોમન લો પાર્ટનર કે કોન્જુગલ પાર્ટનરના કેસમાં, સ્પોન્સરે ફેડરલ કે પ્રોવિન્સિયલ સરકાર સાથે એક કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો હોય છે જે તેઓ પરમેનન્ટ રેસિડન્ટ બની જાય ત્યાં સુધીનો રહે છે.

જે બાળકની વય 19 વર્ષથી નીચેની હોય તેના માટે સ્પોન્સર કે સ્પાઉસ, કોમન લો પાર્ટનર કે કોન્જુહલ પાર્ટનરે 10 વર્ષના ગાળા સુધી કે બાળક 25 વર્ષનું થાય ત્યાં સુધી આ નાણાકીય જવાબદારી નિભાવવાની રહે છે.

19 વર્ષથી ઉપરના ડિપેન્ડન્ટ બાળકના કેસમાં, બાળક જે દિવસથી પરમેનન્ટ રેસિડન્ટ થઈ જાય ત્યાં સુધી, ત્રણ વર્ષના ગાળા માટે આ જવાબદારી નિભાવવાની રહે છે.

પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના કેસમાં, સ્પોન્સરશીપ ઓબ્લિગેશન ફેમિલી મેમ્બર પરમેનન્ટ રેસિડન્ટ બને ત્યાં સુધી 20 વર્ષના ગાળા દરમિયાન આ જવાબદારી અદા કરવી પડે છે. ફેમિલીનાં અન્ય સભ્યો માટે આ જવાબદારી 10 વર્ષની રહે છે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.) 

કેનેડામાં ફેમિલી સ્પોન્સરશીપ આસાન બની, લોઅર ઈનકમ રિકવાયરમેન્ટનો નવો નિયમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!