PPF, VPF અને EPFમાં જો તમે રોકાણ કરો તો, તમને સેક્શન 80 સી અંતર્ગત ટેક્સ રાહત મળે છેઃ આ રોકાણનું વ્યાજ ટેક્સ ફ્રી છેઃ જોકે, વ્યાજના દર અને એલિજિબિલિટી પણ અલગ અલગ હોય છે
ધર્મેશ જી. પંચાલ
જ્યારે પણ તમે રોકાણ કરો ત્યારે, બે વાતનું ધ્યાન રાખો. સૌથી પહેલું તો તમે કરેલા રોકાણ પર કેટલું રિટર્ન મળશે. એટલે કે રોકાણનું રિટર્ન કેટલું છે. બીજુંકે, તમે જે રોકાણ કર્યું છે તે કેટલું સુરક્ષિત છે. આ ઉપરાંત, તમારે એ પણ જોવું જોઈએ કે તમે જે રોકાણ કર્યું છે તેમાં ટેક્સના નિયમો કયા છે. આ આર્ટિકલમાં અમે તમને વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ(VPF) અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF)માં રોકાણ કરવાના લાભ શું છે અને શા માટે તેમાં રોકાણ કરવું જોઈએ તે સમજાવાશે.
વોલન્ટરી પ્રોવિડન્ટ ફંડ(VPF) એ એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડનું એક ટાઈપનું એક્સટેન્શન છે. કોઈ પણ કર્મચારીના બેઝીક સેલેરી અને ડિયરનેસ એલાઉન્સ(ડીએ)ના 12 ટકા EPFમાં કોન્ટ્રીબ્યુટ થતા હોય છે. જો કોઈ વ્યક્તિ તેમાં ઈન્વેસ્ટ કરે તો તેની નોકરી પછી આ એમાઉન્ટ તેને મળી શકતી હોય છે. આ માટે કોઈ મિનિમમ લિમિટ પણ નથી. PPF અને EPFમાં ટેક્સ અને રિટર્ન અંગેની વાત કરીએ તો, આ અંગેના ઈન્ટરેસ્ટ રેટ હવે સમયાંતરે જાહેર કરવામાં આવે છે એટલે રોકાણકારે તે જોતાં રહેવું જોઈએ.
VPF માટે 2019-20ના ટેક્સ દર 8.5 ટકા છે. જો કોઈ વ્યક્તિ VPF કે EPFમાં રોકાણ કરે તો, તેને ઈનકમ ટેક્સની કલમ 80સી અંતર્ગત ટેક્સમાં રાહત મળે છે. 80સીની લિમિટ રૂપિયા 1.50 લાખ સુધીની છે. ટેક્સનું કેલક્યુલેશન વાર્ષિક છે. જોકે, બદલાયેલા નિયમો પ્રમાણે જો તમે 2.50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો તો, તેની પર જે વ્યાજ મળે તેમાં ટેક્સ લાગે છે. VPF અને EPF EEE એટલે કે EXEMPT, EXEMPT, EXEMPT કેટેગરીનાં છે.
PPF પબ્લિક માટે છેઃ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF સામાન્ય જનતા માટે છે. તેમાં કોઈપણ વ્યક્તિ ઈન્વેસ્ટ કરી શકે છે. જોકે, તેના માટે રૂપિયા 1.50 લાખની મર્યાદા રખાઈ છે. તમે દોઢ લાખ સુધીનું રોકાણ કરો અને તેની પર જે વ્યાજ મળે તે ટેક્સફ્રી હોય છે. આ ઈન્વેસ્ટમેન્ટ પાંચ-પાંચ વર્ષથી ઉપર લઈ શકાય છે. તમારે દર વર્ષે તેમાં ઓછામાં ઓછા 500 રૂપિયા તો રોકવા પડે છે.
જો તમે તેમાં રેગ્યુલર પૈસા ના ભરો તો એકાઉન્ટ ડિએક્ટિવેટ થઈ જાય છે. એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે તમારે પેનલ્ટી સાથે રૂપિયા 500 ભરવા પડે છે. તમને આ રોકાણ પર 80 સી પ્રમાણે ટેક્સમાં રાહત મળે છે.
PPF ટેક્સના નિયમોઃ ભારત સરકારે માર્ચ 2021ના પહેલા ક્વાર્ટર માટે PPFમાં રોકાણ કરવાનું રિટર્ન 7.1 ટકા નક્કી કર્યું છે. આ વ્યાજદર દર ત્રણ મહિને રિવ્યૂ થતા રહે છે. ઘણીવાર આપણે મહેનતના પૈસા રોકવા માટે સૌથી સુરક્ષિત રોકાણ શોધતા હોઈએ છીએ. તો કહી દઈએ કે, PPFથી સુરક્ષિત રોકાણ આ દુનિયામાં બીજું કોઈ નથી.
જો તમારો સેલેરી ટેક્સમાં જતો રહે તો હોય તો તમારે આ પ્રકારની ફિક્સ્ડ ઈનકમમાં રોકાણ કરવું જોઈએ. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ સૌથી સારો અને સલામત રસ્તો છે. સૌથી મોટી વાત એ છે કે અન્ય રોકાણો કરતાં તેમાં વ્યાજની ટકાવારી પણ સારી છે. જો તમારો પોર્ટફોલિયો વિશાળ હોય તો, તમે PPF અને EPFમાં પણ ઈન્વેસ્ટ કરી શકો છો.
પૈસા કમાવા સહેલા છે પણ, બચાવવા સૌથી અઘરાઃ તમે જે વાપરી શકતા નથી તે પૈસા કમાવાની તમારે જરૂર ખરી?