નોટ ફાટી ગઈ હોય કે ખરાબ થઈ હોય તો ગભરાતા નહીં, તમને પૈસા મળી જશે, જાણો કઈ નોટનો કયો નિયમ છે

નોટ ફાટી ગઈ હોય કે ખરાબ થઈ હોય તો ગભરાતા નહીં, તમને પૈસા મળી જશે, જાણો કઈ નોટનો કયો નિયમ છે

ઘણીવાર આપણે કરન્સી નોટ ફાટી જાય તો તેને નકામી માનીને ફેંકી દઈએ છીએ જોકે, આમ કરવું હિતાવહ નથીઃ કેટલાક નિયમો અંતર્ગત આરબીઆઈ આપણને આ નોટના બદલામાં પૈસા આપે છે, કયા છે આ નિયમો?

 

અમદાવાદ

 

જો તમારી પાસે કોઈ એવી નોટ પડી હોય જે દરેક જગ્યાએથી ફાટી ગઈ હોય અને તેનો બીજો હિસ્સો તમારી પાસે ન હોય તો પણ તમે આવી નોટ બેંકમાં જમા કરાવી શકો છો. સામાન્ય રીતે, નોટ ફાટી જાય પછી આપણ તેને રદ્દી માની લઈને તને ફેંકી દઈએ છીએ. પણ આમ કરવાની ભૂલ કરવા જેવી નથી. હકીકતમાં, ફાટેલી-જૂની નોટો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) બદલી આપે છે. તમે તમારી પાસે રહેલી ફાટી ગયેલી જૂની નોટો પણ બદલાવી શકો છો. એટલું જ નહીં, તમારી પાસે નોટનો અડધો હિસ્સો હોય તો પણ, તમને તેના પૈસા મળી શકે છે. તમારી પાસે નોટનો જેટલો હિસ્સો છે તેના હિસાબે તમને પૈસા આપે છે.

જો તમારી પાસે કોઈ એવી નોટ પડી હોય જે ખરાબ રીતે ફાટી ગઈ હોય અને તેનો અડધો હિસ્સો પણ તમને ના મળતો હોય તો, આવી અડધીપડધી નોટ પણ તમે બેંકમાં જમા કરાવી શકો છો. RBIના નિયમો અનુસાર, તમને નોટના હિસ્સા પ્રમાણે તમારા પૈસા મળી શકે છે. જોકે, આ નિયમ નોટના હિસાબે અલગ અલગ હોય છે.

RBIની સત્તાવાર વેબસાઈટ પર આપેલી જાણકારી અનુસાર એક રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીની નોટમાં અડધા પૈસા આપવાની જોગવાઈ નથી. આ સ્થિતિમાં પૂરું પેમેન્ટ કરવામાં આવે છે. જ્યારે રૂપિયા 50થી 2000ની નોટમાં અડધા પૈસા આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. જો નોટનો ભાગ થોડો ઓછો ડેમેજ હોય તો તમને અડધા પૈસા મળે છે.

આરબીઆઈનો નિયમ નીચે પ્રમાણેની નોટ પ્રમાણે લાગુ થાય છેઃ

1– આ નોટ 61.11 સેન્ટીમીટર સ્કવેર હોય છે. નોટનો 31 સેન્ટીમીટર સ્ક્વેર હિસ્સો હોય તો તમને પૂરા પૈસા મળી જાય છે.

2– આ નોટ 67.41 સેન્ટીમીટર સ્ક્વેર હોય છે. નોટનો 34 સેન્ટીમીટર સ્કવેર હિસ્સો હોય તો તમને પૂરા પૈસા મળે છે.

5– આ નોટ 73.71 સેન્ટીમીટર સ્ક્વેરમાં હોય છે. નોટનો 37 સેન્ટીમીટર સ્ક્વેર હિસ્સો હોય તો તમને પૂરા પૈસા મળી જાય છે.

10– આ નોટ 86.31 સેન્ટીમીટર સ્કવેર હોય છે. નોટનો 44 સેન્ટીમીટર સ્કવેર હિસ્સો હોય તો તમને પૂરા પૈસા મળે છે.

10(New MG Series)- આ નોટ 77.49 સેન્ટીમીટર સ્ક્વેર હોય છે. નોટનો 39 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો બધા પૈસા મળે છે.

20– આ નોટ 92.61 સેન્ટીમીટર સ્કવેરની હોય છે. નોટનો 47 સેન્ટીમીટર સ્ક્વેર હિસ્સો હોય તો પૂરા પૈસા મળી જાય છે.

20(New MG Series)- આ નોટ 81.27 સેન્ટીમીટર સ્ક્વેર હોય છે. નોટનો 41 સેન્ટીમીટર સ્કવેર હિસ્સો હોય તો પૂરા પૈસા મળે છે.

રૂપિયા 50થી 2000ની નોટને લઈને અલગ અલગ નિયમો છે. આ નોટોમાં ઓછો હિસ્સો રહ્યો હોય તો 50 ટકા સુધીના પૈસા મળી જાય છે.

50– આ નોટ 107.31 સેન્ટીમીટર સ્કવેરની હોય છે. તેમાં જો તમારી પાસે 86 સેન્ટીમીટર સ્કવેર હિસ્સો હોય તો તમને પૂરા પૈસા મળી જતા હોય છે. જો આપની પાસેનો હિસ્સો 43 સેન્ટીમીટર હોય તો તમને 50 ટકા પૈસા મળે છે.

50 (New MG Series)- આ નોટ 89.10 સેન્ટીમીટર સ્કવેરની હોય છે. તેમાં જો તમારી પાસે 72 સેન્ટીમીટર સ્કવેરનો હિસ્સો હોય તો તમને પૂરા પૈસા મળી જતા હોય છે. જો આ હિસ્સો 36 સેન્ટીમીટર સ્કવેર હોય તો 50 ટકા પૈસા મળે છે.

100– આ નોટ 114.61 સેન્ટીમીટર સ્ક્વેરની હોય છે. તેમાં જો તમારી પાસે 92 સેન્ટીમીટર સ્ક્વેર હિસ્સો હોય તો પૂરા પૈસા મળે છે. જો તમારી પાસે 46 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો તમને 50 ટકા જ પૈસા મળે છે.

100 (New MG Series)- આ નોટ 93.72 સેન્ટીમીટર સ્ક્વરેની હોયછે. જો તમારી પાસે 75 સેન્ટીમીટર સ્કવેર હિસ્સો હોય તો તમને પૂરા પૈસા મળશે. જો 38 સેન્ટીમીટર હિસ્સો હોય તો 50 ટકા સુધીના પૈસા મળશે.

200– આ નોટ 96.36 સેન્ટીમીટર સ્કવેર ક્ષેત્રફળની છે. તેમાંથી જો તમારી પાસે 78 ટકા હિસ્સો હોય તો પૂરા પૈસા મળે છે. જ્યારે 39 સેન્ટીમીટર હિસ્સો હોય તો 50 ટકા પૈસા મળે છે.

500– આ નોટ 99.00 સેન્ટીમીર સ્કવેરની છે. તેમાંથી 80 ટકા હિસ્સો હોય તો પૂરા પૈસા મળે છે, જ્યારે 40 સેન્ટીમીટર સ્કવેર હોય તો 50

ટકા પૈસા મળે છે.

2000– આ નોટ 109.56 સેન્ટીમીટર સ્કવેર ક્ષેત્રફળની હોય છે. તેમાંથી જો તમારી પાસે 88 સેન્ટીમીટરનો હિસ્સો હોય તો પૂરા પૈસા મળશે જ્યારે, 44 સેન્ટીમીટરનો હિસ્સો રહી ગયો હોય તો 50 ટકા પૈસા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!