H-1B વિઝા હોલ્ડર્સ સાથે સંકળાયેલા H-4 સ્પાઉસ વિઝાને બાઈડન સરકારની લીલીઝંડી

H-1B વિઝા હોલ્ડર્સ સાથે સંકળાયેલા H-4 સ્પાઉસ વિઝાને બાઈડન સરકારની લીલીઝંડી

અમેરિકામાં H-1B વિઝા અંતર્ગત વિદેશથી આવનારા ઈમીગ્રન્ટ્સના સ્પાઈસ માટેના વિઝાને ટ્રમ્પની સરકારે સત્તામાં આવતાં પહેલા જ વર્ષથી બંધ કરી દીધા હતા

 

વોશિંગ્ટન

 

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસિડેન્ટ તરીકે વિદાય થતાંની સાથે જ અમેરિકા ફરી એકવાર ઈમીગ્રન્ટ્સ માટે નરમ રૂખ અખત્યાર કરવા જઈ રહ્યું છે. H-1B વિઝા અંતર્ગત વિદેશથી આવનારા લોકો પરના નિયંત્રણો જો બાઈડનની સરકારે ઉઠાવી લીધાં તે પછી હવે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા વધુ એક નિર્ણયને બદલવાની વિચારણા ચાલી રહી છે. H-1B  વિઝા હોલ્ડર્સ સાથે લગ્ન કરનારાં લોકોને અમેરિકાની પરમેનન્ટ રેસિડન્સી(PR)નહીં આપવા અંગે ટ્રમ્પની સરકાર વખતે વ્હાઈટ હાઉસે એક બિલ બનાવ્યું હતું. બાઈડન સરકારે આ બિલ પર બ્રેક મારી દીધી છે.

ધ પ્લાન- EO 12866 Regulatory Review entitled Removing H-4 Dependent Spouses from the Class of Aliens Eligible for Employment Authorization શીર્ષક સાથે આ બિલ ટ્રમ્પે સત્તા સંભાળી તેના પહેલા જ વર્ષમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. H-1B વિઝા હોલ્ડર્સ કે જે અમેરિકાની કંપનીઓમાં કામ કરે છે તેમનાં પતિ કે પત્નીને અમેરિકામાં વસવાટ માટેની જે વ્યવસ્થા હતી તેને આ બિલ થકી દૂર કરવાની દરખાસ્ત હતી. H-1B વિઝા હોલ્ડર્સનાં સ્પાઉસને H-4 વિઝા કેટેગરીમાં અમેરિકા જવાનું મળતું હતું.

H-4 વિઝા કેટેગરી અંતર્ગત પત્નીને અમેરિકામાં તેનો પતિ H-1B વિઝા હેઠળ જ્યા પણ નોકરી કરતો હોય ત્યાં વસવાટ કરવાની છૂટ અપાતી હતી. H-4 વિઝામાં જે લોકો અમેરિકા આવ્યા હોય તેઓ અમેરિકામાં ભણી શકે છે તેમજ પ્રોફેશનલ ટ્રેનીંગ પણ લઈ શકે છે. ખાસ કરીને ડોકટરો, વિજ્ઞાનીઓ, નર્સો, એકેડેમિક્સ, શિક્ષકો, ટેકનોલોજી પ્રોફેસરો સહિતના લોકોને આ સુવિધા મળતી હતી.

આ કેટેગરીના વિઝા હેઠળ અમેરિકા આવેલી ઘણી મહિલાઓ STEM એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેડિસીન ક્ષેત્રમાં હાઈસ્કીલ્ડ ડિમાન્ડ હેઠળ જોબ પણ મેળવી શકતી હતી. Employment Authorization Document (EAD) અંતર્ગત H-4 વિઝા મેળવનાર H-1B વિઝાના સ્પાઉસને અમેરિકામાં કાયદેસર રહેવાનો અને કામ કરવાનો અધિકાર મળતો હતો. એટલે સુધી કે H-4 વિઝા જેમની પાસે છે તે ઈમીગ્રન્ટ્સ જો EAD અંતર્ગત એપ્લાય કરે તો તેને અમેરિકામાં બિઝનેસ કરવાની પરવાનગી પણ મળી શકતી હતી.

ટ્રમ્પ સરકારે મૂકેલા નિયમનો પર બાઈડન સરકારે બ્રેક મારી દેતાં લાખો H-1B ઈમીગ્રન્ટ્સને તેનાથી ફાયદો થશે. બાઈડન અને તેમની ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણીમાં સત્તામાં પોતે સત્તામાં આવશે તો H-4 વિઝા અંતર્ગત છૂટછાટો ફરી શરૂ કરશે તેવું વચન આપ્યું હતું.

દરમિયાન, આ વર્ષે 2021માં H-1B વિઝા માટે પૂરતી સંખ્યામાં અરજીઓ આવી ગઈ હોવાનું USCISએ જણાવ્યું છે. USCIS પાસે 65,000 H-1B વિઝા રેગ્યુલર કેપ અને 20,000 H-1B વિઝા યુએસની જોગવાઈ છે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!