કેનેડામાં ફેમિલી સ્પોન્સરશીપ આસાન બની, લોઅર ઈનકમ રિકવાયરમેન્ટનો નવો નિયમ

કેનેડામાં ફેમિલી સ્પોન્સરશીપ આસાન બની, લોઅર ઈનકમ રિકવાયરમેન્ટનો નવો નિયમ

2020માં આવકમાં કોઈ વધારો નહિઃ રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ઈન્શ્યોરન્સ (EI)બેનીફિટ ઈનકમમાં ગણવામાં આવશે

 

ટોરન્ટો

 

કોરોના વાયરસને પગલે આવેલા લોકડાઉન અને તેના કારણે સર્જાયેલાં આર્થિક સંકટથી ઘણાં લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ઘણાં દેશોમાં બેરોજગારી, આરોગ્ય અને હિજરતનાં સંખ્યાબંધ બનાવો બન્યા છે. હજુ આ સિનારિયો કેટલો ચાલશે તે કોઈને ખબર નથી. તેના કારણે કેનેડામાં તમારા સગાં સંબંધીઓની સાથે તમારે જોઈન થવું હોય તો તેની ઉપર પણ અસર પડી છે. જે લોકોનાં સંબંધી-સગાં કે ફ્રેન્ડ કેનેડામાં રહે છે તેમને તેમના સ્નેહીઓને બોલાવવાં હોય તો તેમાં આર્થિક અવરોધ સૌથી મોટું કારણ બને  તેમ છે. કોરોના સંકટને કારણે એ અલગ વાત છે કે બોર્ડર સીલ કરી દેવાઈ હોવાથી કોઈ આવી-જઈ શકે તેમ નથી પણ હકીકત એ પણ છે કે કેનેડા સરકાર દ્વારા સ્પોન્સરશીપ માટે 30 ટકા મિનિમમ ઈનકમ રિકવાયરમેન્ટ કરાતાં ઘણાં લોકો કેનેડામાં તેમના સગાં સંબંધીઓની સાથે જોડાઈ શકે તેમ નથી. કેમકે, આર્થિક રીતે બહુ મોટી તકલીફ સર્જાઈ શકે છે. કોરોના મહામારીને કારણે 2020ના નાણાકીય વર્ષમાં ઘણાં લોકો સ્પોન્સરશીપનાં કેટલાંક ધારાધોરણોમાં ફિટ આવી શકે તેમ ન હોવાથી તેમને કેનેડામાં આવવાનું અઘરું થઈ ગયું છે. કેનેડાના ઈમીગ્રેશન મિનિસ્ટર માર્કો મેન્ડીસિનોએ કહ્યું છે કે આવા કેસમાં જે લોકો પરમેનન્ટ રેસિડન્ટ માટે એલિજિબલ છે તેમની એપ્લીકેશન રિજેક્ટ થવાના ચાન્સીસ છે. તે ઉપરાંત હાલના અને ભવિષ્યમાં જે લોકો આ માટે એપ્લાય કરવાના છે તેમને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે.

તેમણે કહ્યું છે કે કેનેડા સરકારે આ વાતને ધ્યાનમાં લઈને ફેમિલી ક્લાસ એપ્લીકેન્ટ્સ માટે ટેમ્પરરી પબ્લિક પોલિસીનો અમલ કરવાનું નક્કી કર્યું છે. આ નીતિ પ્રમાણે જે લોકોને કેનેડા આવવા માટે ફેમિલી સ્પોન્સરશીપ માટે એપ્લાય કરવાનું છે તેમને મદદ મળી રહેશે. આ માટે 2020ના નાણાકીય વર્ષથી કેટલાક સુધારા કરવામાં આવેલા છે અને તેનો અમલ ઓક્ટોબર મહિનાથી શરૂ થઈ ગયો છે. જે સુધારા કરાયા છે તેમાં,

  • 2020ના વર્ષમાં આવકમાં કોઈ વધારો નહીં
  • રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ ઈન્શ્યોરન્સ (EI)બેનીફિટ ઈનકમમાં ગણવામાં આવશે.

જોકે, અહીં એક વાત ધ્યાનમાં રાખજો કે આ નિયમ ફક્ત 2020ના નાણાકીય વર્ષ માટે જ લાગુ થશે. મતલબકે, આવતા વર્ષથી જે નાણાકીય વર્ષ શરૂ થશે ત્યારપછી સરકારે સ્પોન્સરશીપ માટેની ઈનકમનો જે થ્રેસોલ્ડ 30 ટકા વધારેલો છે તે યથાવત થઈ જશે. અલબત્ત, ત્યાં સુધીમાં જે લોકોએ તેનો લાભ લેવો હોય તે લઈ શકે છે. કેનેડા સરકારનો આ નિર્ણય ક્યુબેકમાં રહેતા લોકો માટે લાગુ થઈ શકશે નહીં. ક્યુબેક માટેનો નિયમ અલગ છે અને તેના માટે ક્યુબેક ફેમિલી સ્પોન્સરશીપ રિકવાયરમેન્ટ અંગેની માહિતીનો અભ્યાસ કરી જવો જોઈએ. જણાવી દઈએ કે કેનેડામાં અલગ અલગ પ્રાંતમાં વિઝા અને ઈમીગ્રેશનના નિયમો અલગ અલગ છે અને ક્યુબેક અલગ પ્રાંત છે તેથી ત્યાં અલગ નિયમ લાગુ થશે.

સામાન્યરીતે ડિપેન્ડન્ટ, સાસરાના પક્ષ તરફનાં લોકો, પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સ ફેમિલી સ્પોન્સરશીપ માટે એપ્લાય કરવા માટે ક્વોલિફાય થઈ શકે છે. જોકે, નવા પગલાંમાં ફેમિલીના દૂરનાં સંબંધી હોય તો પણ સ્પોન્સરશીપનો નિયમ લાગુ થશે. પેરેન્ટ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ પ્રોગ્રામમાં એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટનો સ્વીકાર કરાતો નથી પણ, આ અંગેની એપ્લીકેશન 13મી ઓક્ટોબરથી ફરીથી સ્વીકારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કોણ કેનેડા સ્પોન્સરશીપમાં સમાવિષ્ટ થઈ શકેઃ

*પતિ-પત્ની, સાસરી પક્ષ

*ડિપેન્ડન્ટ બાળકો

*નાનાં ભાઈ-બહેનો, ભત્રીજા-ભત્રીજી, ભાણિયા-ભાણી, ગ્રાન્ડ ચિલ્ડ્રન કે જેમનાં માતાપિતાનું મોત થયું છે અને

*સ્પોન્સરનાં રિલેટિવ્સ કે જેમનાં કેનેડામાં કોઈ નજીકનાં સંબંધી નથી. આવી વ્યક્તિની ઉંમર પણ જોવામાં આવશે નહીં.

કેનેડામાં તમારા સગાં-સંબંધીને સ્પોન્સરશિપથી બોલાવવા માટે કયા નિયમો છે તેનો ધ્યાનથી અભ્યાસ કરી લો. ગયા વર્ષે તમારે જે ઈનકમ બતાવવી પડી હતી તેના સંદર્ભે આ વર્ષે જે વધારો કરવામાં આવેલો છે તે જોઈ લો. તમારે આ માટે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન તમે જે ઈનકમટેક્સ ભરેલો છે તેનાં પેપર્સ પણ રજૂ કરવાનાં રહેશે. દાખલા તરીકે, તમે જો 2020માં બે ફેમિલી મેમ્બર્સ ઉદાહરણ તરીકે તમારાં પત્ની અને બાળકને સ્પોન્સર કરો તો તમારી આવક નીચે પ્રમાણે હોવી જરૂરી છે.

  • 2019 – $41,007;
  • 2018 – $40,379; 
  • 2017 – $39,813.

જો તમે 2021માં એપ્લાય કરવાના હોય તો તમારે 2020/21ના નાણાકીય વર્ષ માટે નીચે પ્રમાણે મિનિમમ ઈનકમ બતાવવી જરૂરી બનશે.

ફેમિલીનાં સભ્યો                 આવક

1 સભ્ય                            $25,921

2સભ્ય                            $32,270

3સભ્ય                           $39,672

4 સભ્ય                          $48,167

5 સભ્ય                          $54,630

6 સભ્ય                          $61,613

7 સભ્ય                          $68,598

કેનેડાએ અગાઉ ઈમીગ્રન્ટ્સ અંગે મહત્વના નિર્ણયો કર્યા હતા. આ મુજબ કેનેડાના સિટિજન અને પરમેનન્ટ રેસિડન્ટ્સ, ફોરેનના નાગરિકોનાં સંબંધીઓને કેનેડા આવવા માટે રાહત આપવામાં આવી હતી. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે પણ રાહત જાહેર કરવામાં આવી હતી. 8મી ઓક્ટોબર 2020થી કેનેડાના નાગરિકો અને પરમેનન્ટ રેસિડન્ટસના ફેમિબી મેમ્બર્સને કેટલીક શરતો સાથે એન્ટ્રી શરૂ કરાઈ હતી. એડલ્ટ બાળકો, ગ્રાન્ડ ચિલ્ડ્રન અને ગ્રાન્ડ પેરેન્ટ્સને પણ છૂટછાટ આપવામાં આવી હતી. જે લોકોને કેનેડામાં પ્રવેશ મળશે તેમણે ફરજિયાપણે 14 દિવસના કોરેન્ટીન નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. એટલે કે કેનેડા ગયા પછી તેમણે ઘરના રૂમમાં 14 દિવસ એકલા રહેવાનું જરૂરી બને છે. કેનેડામાં પ્રવેશવા માગતા લોકોની પાસે વેલિડ પાસપોર્ટ હોવો જરુરી છે. તે ઉપરાંત તેમણે કેનેડામાં રહેનારા લોકો તેમના સંબંધી છે તે પ્રસ્થાપિત કરવું પડશે. 20મી ઓક્ટોબરથી અમલી બને તે રીતે, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કે જેઓ ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુટ(DLI)માં ભણી રહ્યા છે તેમને પણ પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. આવા સ્ટુડન્ટ્સે પણ કેનેડામાં પ્રવેશ્યા પછી ફરજિયાતપણે 14 દિવસના કોરેન્ટીન પિરિયડમાં રહેવું પડશે. ઈમીગ્રેશન, રેફ્યુઝી એન્ડ સિટિજનશીપ કેનેડા (IRCC) એ તમામ ટ્રાવેલર્સને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જ્યાં સુધી તેમને કેનેડામાં પ્રવેશવા માટેની મંજૂરી ન મળી જાય ત્યાં સુધી તેમણે કોઈ પ્લાન તૈયાર કરવા નહીં. એટલે કે ટિકિટ બુક કરાવવી નહીં. મંત્રાલયની સૂચના પ્રમાણે, જે લોકો કેનેડામાં એન્ટર થઈ રહ્યા છે તેમણે કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સીના ઓફિસરો સાથે મળીને તેમના કોરેન્ટીન પ્લાન જણાવવા પડશે. બોર્ડર એજન્સી ત્યાંથી કોઈને પણ કેનેડામાં પ્રવેશતાં અટકાવી શકે છે અને તેમને પાછા તેમના દેશમાં મોકલી શકે છે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.)

One thought on “કેનેડામાં ફેમિલી સ્પોન્સરશીપ આસાન બની, લોઅર ઈનકમ રિકવાયરમેન્ટનો નવો નિયમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!