રાસનોલમાં રહસ્યમય આત્મહત્યા, ઘરમાં ત્રણ ફાંસીના ફંદા, ભાઈ-બહેનની બે લાશ, ત્રીજો ગાળિયો ખાલી!

રાસનોલમાં રહસ્યમય આત્મહત્યા, ઘરમાં ત્રણ ફાંસીના ફંદા, ભાઈ-બહેનની બે લાશ, ત્રીજો ગાળિયો ખાલી!

આણંદ પાસે આવેલા ગામમાં સોમવારે બનેલી ઘટના પછી સમગ્ર ચરોતર પંથકમાં એક જ વાતઃ લટકી રહેલા ત્રીજા ફાંસીના ગાળિયા પાછળ આશય શું? આત્મહત્યાની ઘટનાના તાણાવાણા વધુ ઊંડા દેખાય રહ્યાં છે

 

આણંદ

 

આણંદ પાસે આવેલા રાસનોલ ગામે એક સાથે ત્રણત્રણ આત્મહત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ચગાવી છે. જોકે, આ કેસમાં રહસ્યમય રીતે ત્રણ ગાળિયા લટકતાં હોવા છતાં મૃતદેહ બે જ મળ્યા છે જ્યારે એકનો કોઈ અત્તોપત્તો ન હોવાને કારણે ખુદ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. રાસનોલમાં સોમવારે સવારે સાડા નવેક વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાએ સમગ્ર ચરોતરમાં ચકચાર મચાવી દીધી છે. આત્મહત્યા પછી બે વ્યક્તિનાં મૃતદેહ મળી આવ્યા છે જ્યારે લટકતા ત્રીજા ગાળિયામાં કોઈનું શબ ન હોવાથી આ ઘટના અંગેનું રહસ્ય ઘેરું બન્યું છે.

રાસનોલ ગામમાં આવેલી ઈન્દિરા નગરીમાં આ બનાવ બન્યો છે. ઈન્દિરા નગરમાં રહેતા રહેતા બે સગાં ભાઈ-બહેનનો તેમના ઘરમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે આ બે જણ સિલિંગ પર લટકાવેલા દોરડાએ લટકેલી હાલતમાં મળી આવ્યાં હતાં. જોકે, તેમની બરાબર બાજુમાં એક ત્રીજું દોરડું પણ લટકતું હતું. આ દોરડામાં કોઈ લાશ નહોતી. હવે આ ત્રીજા લટકતા દોરડાનું રહસ્ય પોલીસ માટે ઊંડી કપાસનો વિષય બન્યો છે. આ દોરડું કૂવામાંથી પાણી ખેંચવા માટે વપરાતી દોરી છે.

ઈન્દિરા નગરીમાં રહેતા અશોક ગોવિંદ પટેલ અને તેમના બહેન મમતા રાજેન્દ્રભાઈ પટેલનો મૃતદેહ પોલીસને ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસને પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે આ ઘરમાં ત્રીજી એક વ્યક્તિ પણ રહેતી હતી. આ વ્યક્તિ એટલે મમતાબેનના પતિ રાજેન્દ્રભાઈ. પોલીસ માની રહી છે કે રાજેન્દ્રભાઈએ પણ આત્મહત્યા કરવાના ઈરાદે ત્રીજું દોરડું લટકાવી રાખ્યું હતું પણ તે પછી તેમની હિંમત ચાલી નહીં હોય એટલે ઘટનાસ્થળેથી ભાગી ગયા હોવા જોઈએ. રાસનોલ ગામમાં રાજેન્દ્રભાઈ પટેલને રાજુભાઈ તરીકે ઓળખાવાય છે.

મમતાબેન રાજેન્દ્રભાઈ પટેલને એક દીકરો અને એક દીકરી છે. તેમની દીકરીએ ગામમાં જ ખડકીમાં કોઈની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. આ ઘટનાથી મમતા અને રાજેન્દ્રભાઈ પરેશાન હતાં. દીકરીએ લગ્ન કરી લેતાં બંને જણ ત્યાંથી નીકળીને ઈન્દિરા નગરીમાં ફાર્મ હાઉસ જેવા મકાનમાં રહેવા માટે આવી ગયા હતા.

અહીં આ ઘરમાં તેમની સાથે તેમના ભાઈ અશોકભાઈ પટેલ પણ રહેવા આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે મૂળ વડોદરા પાસેના અંકોડિયા ગામના વત્ની એવા અશોકભાઈની માનસિક સ્થિતિ સારી નહોતી એટલે બહેન-બનેવીને ત્યાં તેઓ રાસનોલમાં રહેતા હતા. મમતાબેન અને રાજેન્દ્રભાઈનો એકનો એક દીકરો અંકિત હાલમાં સિંગાપોર છે. ગયા વર્ષે જ તે સિંગાપોર ગયો હતો.

પોલીસ માની રહી છે કે આ ફેમિલી પર દેવું વધી ગયું હશે એટલે તેણે આત્મહત્યા કરી લીધી હશે. પહેલાં પ્લાનિંગ પ્રમાણે એકપછી એક ત્રણેય જણ મરવા માટે તૈયાર થઈ ગયા હશે પણ તે પછી પત્ની મમતાબેન અને તેના ભાઈ અશોકને ફાંસીના ગાળિયે તરફડતાં જોઈને રાજેન્દ્રભાઈ ડરી ગયા હશે. આ ભયંકર સ્થિતિથી હેરાન પરેશાન થઈને રાજેન્દ્ર પટેલ ઘટનાસ્થળેથી ભાગી ગયા હશે.

પોલીસ જ્યારે સોમવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરમાં ત્રણ ગાળિયા લટકતા હતા. પોલીસને ત્યારે જ અંદાજ આવી ગયો હતો કે આ કોઈ રહસ્યમય ગંભીર ઘટના છે. પોલીસે હાલમાં આ કેસની તપાસ શરૂ કરી છે તેમાં આર્થિક સ્થિતિથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, એવું કેવું આર્થિક સંકટ હશે કે આવું અંતિમ પગલું ભરવું પડે તેની પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!