આણંદમાં કોરોના વાયરસની વેક્સિન ખાનગી હોસ્પિટલમાંથી પણ મૂકાવી શકાશે, ચાર્જ રૂપિયા 250

આણંદમાં કોરોના વાયરસની વેક્સિન ખાનગી હોસ્પિટલમાંથી પણ મૂકાવી શકાશે, ચાર્જ રૂપિયા 250

સરકારી હોસ્પિટલોમાં 45થી 60 વર્ષની વયના લોકોને રસી મુકાવવાના કાર્યક્રમનો પ્રારંભઃ દંતાલી આશ્રમના સ્વામી સચ્ચિદાનંદે રસી મૂકાવીઃ એક મહિના સુધી રસીકરણ અભિયાન ચાલશે

 

આણંદ

 

ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ આણંદ જિલ્‍લામાં તા. ૧લી માર્ચથી ૬૦ વર્ષથી ઉપરના તમામ વ્‍યકિતઓને તેમજ ૪૫ થી ૬૦ વર્ષની વચ્‍ચે જેઓને હૃદય, કિડની, કેન્‍સર, સિકલસેલ, એનેમિયા, બ્‍લડપ્રેસર, ડાયાબિટીસ, ફેકસા રોગ, લિવરની તકલીફ જેવી ગંભીર બીમારીઓ છે તેમને કોરોના વેકિસન આપવાનો પ્રારંભ થયો છે.

આણંદ જિલ્‍લામાં આ રસીકરણનો પ્રારંભ થતાં પેટલાદ ખાતેની એસ. એસ. હોસ્‍પિટલમાં પેટલાદ તાલુકાના દંતાલીના સચ્‍ચિદાનંદ આશ્રમના ૮૯ વર્ષીય મહંત સચ્‍ચિદાનંદજી સ્‍વામીએ રસી મૂકાવી હતી. જિલ્‍લામાં આજથી શરૂ થયેલા રસીકરણની વિગતો આપતાં મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી
ડૉ. એમ. ટી. છારીએ જણાવ્‍યું કે, હાલ જિલ્‍લામાં ૭૬ સરકારી દવાખાનાઓમાં  અને ૧૧ ખાનગી હોસ્‍પિટલોમાં રસીની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી તા. ૪થી સુધીમાં વધુ ૧૪૩ હેલ્‍થ સેન્‍ટરો  અને તા. ૮મી સુધીમાં વધુ ૫૦ મળી જિલ્‍લામાં કુલ ૨૭૦થી વધુ સરકારી દવાખાનાઓ (સિવિલ હોસ્‍પિટલ આણંદ અને પેટલાદ, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને અર્બન હેલ્‍થ સેન્‍ટર)માં રસીકરણ શરૂ કરવામાં આવશે જે એક માસ સુધી ચાલશે.

તેમણે વધુમાં સરકારી હોસ્‍પિટલોમાં વિનામૂલ્‍યે કોવિડ-૧૯ની રસી આપવામાં આવશે. જયારે ખાનગી હોસ્‍પિટલોમાં સરકાર દ્વારા નિયત કરવામાં આવ્‍યા મુજબ રૂા. ૨૫૦નો ચાર્જ લઇ રસી મૂકવામાં આવનાર હોવાનું જણાવ્‍યું હતું.

આણંદ જિલ્‍લામાં કલેકટર આર. જી. ગોહિલ અને જિલ્‍લા વિકાસ અધિકારી આશિષકુમારના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા આરોગ્‍ય તંત્ર દ્વારા આ માટે વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. આ રસી કેવી રીતે મેળવી શકાય તે માટે નાગરિકો આજથી રસી માટે કો-વિન એપ ર.૦ અને આરોગ્‍ય સેતુ સહિતના એપના માધ્‍યમથી રસી માટે સેલ્‍ફ રજિસ્‍ટ્રેશન કરાવી શકશે. આ એપ પર રસી આપતી સરકારી અને ખાનગી હોસ્‍પિટલોની માહિતી આપવામાં આવેલી છે. જેમાં રજિસ્‍ટ્રેશન કરાવતી વખતે પસંદગીની હોસ્‍પિટલ અને રસી લેવાનો સમય બુક કરાવવાનો રહેશે. સાઇટ રજિસ્‍ટ્રેશનની સુવિધા આપશે જેથી વ્‍યકિત નજીકની હોસ્‍પિટલ જઇને પણ રજિસ્‍ટર્ડ કરાવી રસી મૂકાવી શકે છે. રસી લેવા માટે જરૂરી ઉંમરની લાયકાત માટે આધાર અથવા કોઇપણ આઇ.ડી. કાર્ડ રજૂ કરવાનું રહેશે અને જે રજિસ્‍ટ્રેશન કરાવતી વખતે ઉંમરના પુરાવા માટે પુરાવો રજૂ કર્યો હોય તેજ પુરાવો રસી લેતી વખતે રજૂ કરવાનો રહેશે.

આ રસી  કેન્‍સર, કિડનીની બિમારી, હૃ્દય રોગ, ડાયાબિટીસ, હાયપરટેન્‍શન જેવી ગંભીર બિમારીથી પીડાતા ૪૫ થી ૫૯ વર્ષના લોકો લઇ શકે છે. ૪૫ થી ૫૯ વર્ષની ગંભીર બિમારી ધરાવતા વ્‍યકિતઓએ જન્‍મ તારીખ/ઉંમર દર્શાવતા આઇ.ડી. ઉપરાંત નિયત કરાયેલી ગંભીર બિમારી અંગેનું એમ.બી.બી.એસ. કે તેથી ઉપરની લાયકાત ધરાવતા આર.એમ.પી. ડૉકટરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

૪૫ થી ૫૯ વર્ષની ગંભીર બિમારી જેવી કે, છેલ્‍લા એક વર્ષમાં હોસ્‍પિટલમાં દાખલ થઇ હાર્ટ ફેઈલ્‍યોરની સારવાર લીધી હોય, પોસ્‍ટ કાર્ડિયાક ટ્રાન્‍સપ્‍લાન્‍ટ, લેફટ વેન્‍ટ્રીર્યુલર આસિસ્‍ટ ડિવાઇસ ધરાવતા દર્દી, ચોકકસ લેફટ વેન્‍ટ્રીર્યુલેટર સિસ્‍ટોલિક ડિસફંકશન ધરાવતા દર્દી, મધ્‍યમ અથવા ગંભીર વાલ્‍વુલર હૃદયરોગ, પીએએસ અથવા આઇઓપેથિક પીએએચ ધરાવતા હૃદયરોગના દર્દી, ભૂતકાળમાં સીએબીજી, પીટીસીએ, એમઆઇ અને હાયપર  ટેન્‍શન-ડાયાબિટિસ સાથે કોરોનરી આર્ટરી ડિસીઝ, એન્‍જિના અને હાયરપરટેન્‍શન-ડાયાબિટિસની સારવાર લેતા હોય, સીટી-એમઆરઆઇ સ્‍ટ્રોક અને હાયરપરટેન્‍શન-ડાયાબિટિસની સારવાર લેતા, પલ્‍મોનરી આર્ટરી હાયરપરટેન્‍શન અને હાયરપરટેન્‍શન-ડાયાબિટિસની સારવાર લેતા, ૧૦ વર્ષ કરતા વધુ સમયથી ડાયાબિટિસ-હાયપરટેન્‍શન, કિડની, લીવર, સ્‍ટેમસેલ ટ્રાન્‍સપ્‍લાન્‍ટના દર્દી, હેમાડાયાલિસીસ, સીએપીડી પર રહેલા કીડનીના દર્દી, ડિકમ્‍પેન્‍સેટેડ સિરોસિસના દર્દી, બે વર્ષમાં સારવાર લેનારા શ્વસનતંત્રના દર્દી, લિમ્‍ફોમા, લ્‍યુકેમિયાના દર્દી, ૧ જુલાઇ, ૨૦૨૦ પછી સોલિડ કેન્‍સરનું નિદાન થયું હોય અથવા હાલ કેન્‍સરની કોઇપણ સારવાર લેતા હોય તેવા, સિકલ સેલ ડિસીઝ, બોનમેરો ફેલ્‍યોર, અપ્‍લાસ્‍ટિક એનિમિયા, થેલિસિમિયા મેજરના દર્દી, પ્રાયમરી ઇમ્‍યુનોડેફિસિયન્‍સી ડિસીઝ, એચઆઇવી ઇન્‍ફેકશન ધરાવતા કે ઇન્‍ટેલેકયુઅલ વિકલાંગતા, મસ્‍કયુલર ડિસ્‍ટ્રોફી, શ્વસનતંત્ર સાથે સંકળાયેલા એસિડ એટેક, ગંભીર વિકલાંગતા, બહેરાશ અને અંધત્‍વની વિકલાંગતા ધરાવતા હોય તેવા દર્દીઓનો સમાવેશ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!