ન્યૂઝીલેન્ડમાં સિવિલ, વોટર એન્જિનિયર્સની હાઈ ડિમાન્ડ, ઓસ્ટ્રેલિયામાં PR માટેની NAATI-CCL એક્ઝામમાં ગુજરાતી ભાષાનો સમાવેશ

ન્યૂઝીલેન્ડમાં સિવિલ, વોટર એન્જિનિયર્સની હાઈ ડિમાન્ડ, ઓસ્ટ્રેલિયામાં PR માટેની NAATI-CCL એક્ઝામમાં ગુજરાતી ભાષાનો સમાવેશ

ન્યૂઝીલેન્ડમાં ઈન્ફ્રાસ્ટ્રકટર પ્રોજેક્ટ સહિતનાં કામકાજ વધતાં સિવિલ એન્જિનિયર્સની ડિમાન્ડમાં વધારો, વિદ્યુત ઉર્જાના પ્રોજેક્ટો સાથે સંકળાયેલા વોટર એન્જિનિયર્સ પણ અનુભવ સાથે એપ્લાય કરી શકે છે

 

વેલિંગ્ટન, મેલબોર્ન

 

ન્યૂઝીલેન્ડમાં હાઈલી  ક્વોલિફાઈડ અને અનુભવી સિવિલ એન્જિનિયરોની જરૂર છે. સિવિલ વર્કસ, કન્સ્ટ્રકશન વર્ક્સ અને વોટર એન્જિનિયરિંગ માટે તેમની જબરદસ્ત ડિમાન્ડ છે. આ માટે 10 વર્ષથી વધુનો અનુભવ હોવો જરૂરી છે. ઉપરાંત, ઉમેદવાર પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ. માસ્ટર ડિગ્રી હોય તો વધુ તક રહે છે. વોટર એન્જિનિયર્સની વધુ ડિમાન્ડ છે.

જે કંપનીઓ દ્વારા એન્જિનિયરોની ડિમાન્ડ કરાઈ છે તે સરકારી કામકાજ સાથે સંકળાયેલા હોવાથી પરદેશથી આ જોબ માટે જનારા લોકોને કોરોના સંકટ દરમિયાન લાગુ કરાયેલા બોર્ડર રિસ્ટ્રિક્શનથી છૂટ મળશે.

ન્યૂઝીલેન્ડમાં સિવિલ એન્જિનિયર્સની શોર્ટેજ છે. જો તમારી પાસે સિવિલ એન્જિનિયરની ડિગ્રી હોય અને સારો એવો અનુભવ હોય તો તમે ન્યૂઝીલેન્ડ માટે અપ્લાય કરી શકો છો. ન્યૂઝીલેન્ડ સરકારે હાલમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ હાથ પર લીધા છે. સમગ્ર ન્યૂઝીલેન્ડમાં રોડ, રસ્તા, પુલ, વોટર કલેક્શન, સરકારી બિલ્ડિંગો અને અન્ય બાંધકામ શરૂ થયાં છે તેથી સિવિલ એન્જિનિયર્સની તાતી જરૂર છે. ન્યૂઝીલેન્ડના કેન્ટરબરી પ્રાંતમાં 2010માં અને 2011માં આવેલા ભૂકંપને કારણે ઘણું નુકસાન થયું હતું. સરકાર આ તમામ બિલ્ડિંગો અને રોડ-રસ્તા રિપેર કરાવી રહી છે. કેટલાંક નવાં બાંધકામો થઈ રહ્યાં છે. આ ઉપરાંત, જળવિદ્યુત યોજના અંતર્ગત ન્યૂઝીલેન્ડમાં વીજળીના કેટલાક પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે તેથી વોટર એન્જિનિયર્સની પણ ડિમાન્ડ વધી છે.

દરમિયાન, ઓસ્ટ્રેલિયામાં જે લોકો પરમેનન્ટ રેસિડન્સી(PR) મેળવવા માટે ટ્રાય કરી રહ્યા છે તેમના માટે એક સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાની PR મેળવવા માટે NAATI CCLની પરીક્ષા આપવાની હોય છે. માઇગ્રેશન માટેના જરૂરી કુલ પોઇન્ટ્સમાં 5 બોનસ પોઇન્ટનો ઉમેરો કરતી આ પરીક્ષા હવે ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે.

Credentialed Community Language Test (CCL) કમ્યુનિટી લેવલે તમારી લેંગ્વેજ એબિલિટીનું મૂલ્યાંકન છે. પોઈન્ટ બેઝ્ડ વિઝા માટે જે લોકો અપ્લાય કરે છે તેમનો CCL ટેસ્ટ લેવાતો હોય છે. જોકે, તમે CCL ટેસ્ટ પાસ કરો છો તો, ટ્રાન્સલેટર તરીકે અથવા તો ઈન્ટરપ્રીટર તરીકે તમને જોબ મળે તેવું હોતું નથી. CCL ટેસ્ટ સફળતાથી પાસ કરો તો તમને પાંચ વધારાના બોનસ પોઈન્ટ મળે છે. આ બોનસ પોઈન્ટ Credentialed Community Language Points તરીકે ઓળખાય છે. NAATI CCL ટેસ્ટ સોમવારથી શુક્રવાર દરમિયાન ઓનલાઈન લેવાતો હોય છે. આ ટેસ્ટમાં બે ડાયલોગ રેકોર્ડિંગ હોય છે. દરેક ડાયલોગમાં નેટિવ ઈંગ્લીશ સ્પીકર અને નેટિવ લેંગ્વેજ અધર ધેન ઈંગ્લીશ સ્પીકર હોય છે. એક ડાયલોગ 300 શબ્દોમાં હોય છે. ઓસ્ટ્રેલિયન ટાઈમ પ્રમાણે આ ટેસ્ટ લેવામાં આવે છે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!