બેન્કિંગ વ્યવસ્થામાં લોકર(Locker) એક એવી સુવિધા છે જેનો ઉપયોગ મોટાભાગે મધ્યમ વર્ગીય પરિવાર કરતો હોય છે. સુપ્રીમ કોર્ટે આ લોકરો અંગે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે
નવી દિલ્હી
સામાન્ય રીતે બેન્કમાં લોકરનો (Locker) ઉપયોગ મધ્યવર્ગના લોકો કરતા હોય છે. ઘરમાં કિંમતી ઘરેણાં કે અન્ય સામાન રાખી શકાય તેમ હોતાં નથી એટલે એ જોખમ બેન્કમાં રહે તો વાંધો ન આવે. સુપ્રીમ કોર્ટે આવાં લોકરો અંગે એક મહત્વનો ચુકાદો જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને કહ્યું છે કે તેણે આગામી છ મહિનામાં લોકર(Locker) અંગે સ્પષ્ટ દિશા-નિર્દેશ કરતી નવી નીતિ ઘડી કાઢવી પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બેન્કો ગ્રાહકોએ સોંપેલી જવાબદારીમાંથી છટકી શકે નહીં. જસ્ટિસ એમએમ શાંતનગૌડર અને જસ્ટિસ વિનીત સરનની બેન્ચે કહ્યું કે, વૈશ્વિકીકરણની સાથે બેન્કિંગ સંસ્થાનોમાં સામાન્ય માણસના જીવનની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેનું કારણ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય આર્થિક લેણદેણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લોકો ઘરમાં ઘરેણાં સહિતની અનેક કિંમતી ચીજ વસ્તુઓ રાખી શકે તેમ હોતાં નથી. કારણકે, તેની ચોરીનો ભય રહેતો હોય છે. બીજું કે, આપણે કેશલેસ ઈકોનોમી બનવા તરફ જઈ રહ્યાં છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બેન્કો દ્વારા જે લોકર આપવામાં આવે છે તે અનિવાર્ય સર્વિસના રૂપે અપાય છે. આવી સેવાઓ વિદેશી નાગરિકો પણ લઈ શકતા હોય છે.
હવે લોકર ઈલેકટ્રોનિક સ્વરૂપમાં પણ પરિવર્તિત થયાં છે. આ વિકલ્પ સારો છે પણ હેકર્સ તેમાં ઘુસી જઈ શકે છે. બીજું કે દેશમાં લોકો પાસે ટેકનીકલ જાણકારી ઓછી છે. તેને ઠીક રીતે ઓપરેટ પણ કરી શકતા નથી. કોર્ટનું કહેવું છે કે ગ્રાહક પૂરી રીતે બેન્ક પર આધારિત રહેતો હોય છે. આવી સ્થિતિમાં, બેન્ક ગ્રાહકથી મોં ફેરવી શકે નહીં. કસ્ટમર પ્રત્યેનું તેનું દાયિત્વ છે.
સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે, બેન્કો જો બેજવાબદાર બને તો આવો કેસ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગુનો બની શકે છે. એટલું જ નહીં, તેનાથી આર્થિક ગતિવિધિઓને પણ હાનિ થઈ શકે છે. કોર્ટે આ સાથે જ આરબીઆઈને જરૂરી નિયમો બનાવવા માટે આદેશ આપ્યો છે. આરબીઆઈને કોર્ટે કહ્યું છે કે Locker સંદર્ભે તેણે બેન્કોને નવાં કયાં પગલાં ભરવાં તેનો નિર્દેશ કરવો જોઈએ.
કોર્ટે જે આદેશ આપ્યા છે તે આ પ્રમાણે છેઃ
- Locker ખોલતાં અથવા તોડતાં પહેલાં તેની જાણકારી કસ્ટમરને આપવામાં આવે.
- લોકરમાં રખાયેલા સામાનને જો નુકસાન થાય તો તેની જવાબદારી કોની તે અંગે આરબીઆઈ નિયમો બનાવે.
- બેન્કો એમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં કે લોકરમા રાખેલા સામાનની જવાબદારી તેમની નથી.
- યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાને Locker તૂટવાના કેસમાં કોર્ટે પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
- ગાઈડલાઈનનું ઉલ્લંઘન થાય તો બેન્કના અધિકારીઓના પગારમાં કાપ મૂકવામાં આવે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કસ્ટમર સંપૂર્ણ રીતે બેંકની દયા પર નિર્ભર રહે છે. જ્યારે કે બેંકો પાસે વધુ સંસાધન છે કે તે સંપત્તિને પ્રોટેક્ટ કરે. એવી સ્થિતિમાં બેંક પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી ન શકે કે બેંકના લોકરના ઓપરેશનની જવાબદારી તેમની નથી. કોર્ટે કહ્યું કે, બેંક લોક લેવા પાછળ કસ્ટમરનો ઉદ્દેશ્ય જ એ હોય છે કે તે એ વાત લઈને નિશ્ચિંત રહે કે તેમની સંપત્તિ સુરક્ષિત છે. એવામાં આ જરૂરી છે કે આરબીઆઈ સમગ્ર નિર્દેશ બહાર પાડી કહે કે, બેંક લોકર સુવિધા અને સેફ ડિપોઝિટ ફેસિલિટી મેનેજમેન્ટ માટે પગલાં ઉઠાવે.
બેંકોને એ લિબર્ટી ન હોવી જોઈએ કે, તે એકતરફી શરત લગાવે અને કસ્ટમર પર અનફેર શરત થોપે. કોર્ટે કહ્યું કે, તેને જોતા અમે આરબીઆઈને નિર્દેશ આપીએ છીએ કે તે છ મહિનાની અંદર લોકર ફેસિલિટીને લઈને યોગ્ય રેગ્યુલેશન અને નિયમ નક્કી કરે. કોલકાતા બેઝ્ડ એક શખસે નેશનલ કન્ઝુમર ફોરમના આદેશને પડકાર્યો હતો. તેમણે એક સરકારી બેંક પાસે લોકરમાં રાખેલા 7 ઘરેણાં માગ્યા હતા કે પછી તેના બદલે 3 લાખ રૂપિયાની ચૂકવણી કરવા કહ્યું હતું. તેમણે વળતર માગ્યું હતું.
બેન્કમાં લોકરમાં મૂકેલા રૂપિયા ઉધઈ ખાઈ જાય તો જવાબદારી કોની? વડોદરામાં BoBની અજીબોગરીબ ઘટના