ATMમાંથી ઉપાડેલા નાણાં મળ્યાં નથી તેમ કહીને આણંદની બેન્કને 50,000નો ચુનો ચોપડ્યો

ATMમાંથી ઉપાડેલા નાણાં મળ્યાં નથી તેમ કહીને આણંદની બેન્કને 50,000નો ચુનો ચોપડ્યો

આણંદ

 

છેતરપિંડીની એક અજાયબ ઘટનામાં  ત્રણ વ્યક્તિએ એટીએમમાંથી પૈસા મળ્યા નથી તેમ કહીને બેન્કને ચુનો ચોપડ્યો છે. બેન્કના એટીએમમાંથી  પૈસા મળ્યા નથી તેમ કહીને આ લોકોએ બેન્કમાંથી અલગ અલગ રીતે રૂપિયા 50,000ની રકમ મેળવી લીધી હતી. જોકે, ત્યારબાદ આ લોકોની તરકીબ બેન્કના ધ્યાનમાં આવી ગઈ હતી. બેન્કે આ કેસમાં ત્રણ જણા સામે કેસ નોંધ્યો છે.

આણંદના અમુલ ડેરી રોડ પર આવેલી પંજાબ સિંધ બેન્કમાં આ ઘટના બની હતી. આ બેન્કની બહાર જ એક એટીએમ આવેલું છે.  28મી અને 29મી ડિસેમ્બરે સાંજે સવા સાત અને પોણા આઠ વાગ્યે ત્રણ જણે આવીને અલગ-અલગ તબક્કામાં પાંચ વખત રૂપિયા 50 હજાર ઉપાડી લીધા હતા. ત્યારબાદ આ લોકોએ બેન્કમાં જઈને પૈસા મળ્યા નથી તેમ કહીને રૂપિયા 50,000ની ઉઠાંતરી કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બેન્કમાં હિસાબોમાં ગોટાળો સર્જાતા બેન્કના મેનેજર ગૌરવ કૈલાશચંદ્ર ચૌૈહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમને ખબર પડી હતી કે, બેન્ક સાથે ત્રણ ગઠિયાઓએ છેતરપિંંડી આચરી છે.

આણંદ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે એટીએમમાંથી કેટલીક વાર પૈસા ઉપાડ્યા બાદ ખાતાધારકને પૈસા મળતા નથી. પરંતુ એ પૈસા પુનઃ ખાતામાં જમા થઈ જતા હોય છે. શખ્સોએ પૈસા જમા થયા નથી તેમ કહીને બેન્ક પાસેથી રૂપિયા 50 હજાર લીધા હતા. પરંતુ હિસાબનો તાળો મળ્યો નહીં ત્યારે તેઓને જાણ થઈ કે, બેન્ક સાથે ત્રણેય ગઠિયાઓએ છેતરપિંડી આચરી હતી. સીસીટીવી કેમેરામાં પણ ત્રણેય શખ્સોએ પરદો મારી દીધો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં બેન્ક મેનેજરની ફરિયાદના આધારે ત્રણેય શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!